________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૬૨ ગાથાર્થ નારકોને પણ તેવા પ્રકારની અતિશય શરીર વેદનાથી પ્રાય: સમુદ્રઘાતને પામેલાઓની જેમ અતિશય સંક્લેશ ન હોય.'
ટીકાર્થ– પૂર્વે દષ્ટાંતરૂપે મૂકેલા નારકોને પણ તેવા પ્રકારની=નરકમાં ભોગવવા યોગ્ય કર્મોના ઉદયથી થયેલી તીવ્ર શરીર વેદનાથી પ્રાયઃ ક્રાદિ પરિણામરૂપ તીવ્ર સંક્લેશ ન હોય. કોની જેમ ? સમુદ્રઘાતને પામેલા જીવોની જેમ. સમુદ્દઘાતને પામેલા જીવોને જેમ અતિશય વેદનાથી અંતઃકરણના વ્યાપારનો પરાભવ થવાથી, અર્થાતુ અતિશય વેદનાના કારણે અંતઃકરણથી શૂન્ય બની જવાથી, અતિશય સંક્લેશ ન હોય તેમ નરકના જીવોને પણ તીવ્ર શારીરિક વેદનાના કારણે અંત:કરણથી શૂન્ય બની જવાના કારણે અતિશય સંક્લેશ ન હોય. (૧૫૬)
एतदेवाहइत्थ वि समोहया मूढचेयणा वेयणाणुभवखिन्ना । तंमित्तचित्तकिरिया, न संकिलिस्संति अन्नत्थ ॥ १५७ ॥ [अत्रापि समवहता मूढचेतना वेदनानुभवखिन्नाः । तन्मात्रचित्तक्रिया न संक्लिश्यन्ते अन्यत्र ॥ १५७ ॥]
अत्रापि तिर्यग्लोके समवहता वेदनासमुद्घातेनावस्थान्तरमुपनीता मूढचेतना विशिष्टस्वव्यापाराक्षमचैतन्या वेदनानुभवखिन्नाः तीव्रवेदनासंवेदनेन श्रान्ताः तन्मात्रचित्तक्रिया वेदनानुभवमात्रचित्तव्यापारा न संक्लिश्यन्ते न रागादिपरिणामं यान्ति अन्यत्र स्त्र्यादौ तत्रैव निरोधादिति ॥ १५७ ॥
આને (=તીવ્રવેદનાના કારણે અતિસંક્લેશ ન હોય એ વિષયને) જ વિચારે છે–
ગાથાર્થ- અહીં પણ સમુઘાતને પામેલા, મૂઢ ચેતનાવાળા, વેદનાના અનુભવથી ખિન્ન, તન્માત્રચિત્તક્રિયાવાળા જીવો બીજી વસ્તુમાં સંક્લેશ પામતા નથી. ટીકાર્થ– અહીં પણ=તિર્યમ્ લોકમાં પણ.
સમુાતને પામેલા વેદના સમુઘાતથી અવસ્થાંતરને (=સ્વાભાવિક અવસ્થાથી અન્ય અવસ્થાને) પમાડાયેલા. ૧. પૂર્વે ગાથા ૧૩૮ વગેરેમાં પૂર્વપક્ષ વાદીએ “સંક્લેશથી જ કર્મક્ષય થાય” એવો
પોતાનો મત નારકોના દષ્ટાંતથી સ્થાપિત કર્યો હતો. તેનું અહીં ખંડન કરે છે.