________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૬૩ મૂઢ ચેતનાવાળા પોતાનો વિશિષ્ટ વ્યાપાર કરવા માટે અસમર્થ ચૈતન્યવાળા.
વેદનાના અનુભવથી ખિન્ન=તીવ્ર વેદનાના સંવેદનથી થાકી ગયેલા. તન્માત્રચિત્તક્રિયાવાળા=વેદનાના અનુભવમાં જ ચિત્ત વ્યાપારવાળા, અર્થાત્ વેદનામાં જ ચિત્તવાળા.
બીજી વસ્તુમાં સંક્લેશ પામતા નથી=સ્ત્રી વગેરેમાં રાગાદિ પરિણામને પામતા નથી. કારણ કે ચિત્ત વેદનાના અનુભવમાં જ રોકાયેલું છે. (૧૫૭)
ता तिव्वरागदोसाभावे बंधो वि पयणुओ तेसिं । सम्मोहओ च्चिय तहा, खओ वि णेगंतमुक्कोसो ॥ १५८ ॥ [तत्तीव्ररागद्वेषाभावे बन्धोऽपि प्रतनुस्तेषाम् ।
મોત પવ તથા લોકપિ સૈકાનો ૨૧૮ ll] यस्मादेवं तत् तस्मात् तीव्ररागद्वेषाभावे बन्धोऽपि प्रतनुस्तेषां समवहतानां निमित्तदौर्बल्यात् सम्मोहत एव तथा क्षयोऽपि बन्धस्य नैकान्तोत्कृष्टस्तेषां सम्यग्ज्ञानादिविशिष्टतत्कारणाभावादिति ॥ १५८ ॥
ગાથાર્થ તેથી તેમને તીવ્રરાગ-દ્વેષના અભાવમાં બંધ પણ અલ્પ હોય તથા સંમૂઢતાથી જ ક્ષય પણ એકાંતે ઉત્કૃષ્ટ ન હોય.
ટીકાર્થ– (સમુદ્દઘાતમાં તીવ્ર સંક્લેશ ન હોય) તેથી સમુદ્ધાતને પામેલા જીવોને તીવ્ર રાગ-દ્વેષના અભાવમાં કર્મબંધ પણ અલ્પ હોય. કારણ કે નિમિત્ત દુર્બળ છે. (કર્મબંધનું મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. રાગદ્વેષ તીવ્ર નથી. માટે નિમિત્ત દુર્બળ છે.) તથા સંમૂઢતાથી જ તેમને કર્મક્ષય પણ એકાંતે ઉત્કૃષ્ટ ન થાય. કારણ કે કર્મક્ષયના સમ્યજ્ઞાનાદિ વિશિષ્ટ કારણોનો અભાવ છે. (૧૫૮)
यथा नोत्कृष्टक्षयस्तथा चाहजं नेइओ कम्मं, खवेइ बहुआहि वासकोडीहिं । तन्नाणी तिहि गुत्तो, खवेइ ऊसासमित्तेण ॥ १५९ ॥ [यनारकः कर्म क्षपयति बह्वीभिर्वर्षकोटीभिः । तज्ज्ञानी तिसृभिर्गुतः क्षपयत्युच्छासमात्रेण ॥ १५९ ॥]