________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫૯ नात्रान्यथाभाव उपक्रमः क्रियते वधेन तस्यैव प्रदीर्घकालवेद्यस्य पापस्य स्वल्पकालवेद्यत्वमापाद्यते व्यापत्तिकरणेनेति ॥ १५२ ॥
ગાથાર્થ– તે પુણ્યને સ્વયમેવ ખપાવે છે, તો દુ:ખી પાપને પણ એ પ્રમાણે જ શું ન ખપાવે ? દુઃખી દીર્ધકાળથી ખપાવે જ છે, વધથી ઉપક્રમ કરવામાં આવે છે.
ટીકાર્થ– હવે જો તમે એમ માનો છો કે સુખી જીવ પુણ્યને સ્વયમેવ ખપાવે છે અનુભવથી જ વેદે છે, અર્થાત્ ભોગવીને જ ખપાવે છે, તો દુઃખી જીવ પાપને પણ એ પ્રમાણે જ=ભોગવીને શું ન ખપાવે ? હવે જો તમે એમ માનો છો કે દુઃખી દીર્ઘકાળથી ખપાવે જ છે, પણ વધથી ઉપક્રમ કરવામાં આવે છે, એટલે કે અતિશય ઘણા કાળથી ભોગવવા યોગ્ય પાપને વધ કરવા વડે અત્યંત અલ્પ કાળથી ભોગવી શકાય તેવું કરવામાં આવે છે. (૧૫૨)
एतदाशङ्कयाहइयरस्स किं न की, सुहीण भोगंगसाहणेणेवं । न गुण त्ति तंमि खविए, सुहभावो चेव तत्तुत्ति ॥ १५३ ॥ [इतरस्य किं न क्रियते सुखिनो भोगाङ्गसाधनेन एवं । न गुण इति तस्मिन् क्षपिते सुखभावादेव तदिति ॥ १५३ ॥] इतरस्येति पुण्यस्य किं न क्रियते उपक्रमः सुखिना भोगाङ्गसाधनेन काश्मीरादेः कुङ्कुमादिसंपादनेन । अथैवं मन्यसे एवमुपक्रमद्वारेण न गुण इति तस्मिन्पुण्ये क्षपिते कुतः सुखभावादेव तत् इति ततः पुण्यात्सुखस्यैव પ્રદુવતિ | શરૂ ||
આ (કપાપનો ઉપક્રમ કરાય છે એ) આશંકા કરીને કહે છેગાથાર્થ– સુખી જીવોને ભોગનાં સાધનો પમાડવા વડે શું પુણ્યનો ઉપક્રમ ન કરાય ? પુણ્યથી સુખ થતું હોવાથી જ એ પ્રમાણે પુણ્ય ખપાવ્ય છતે ગુણ નથી.
ટીકાર્થ– સુખી જીવોને ભોગનાં કાશ્મીર દેશ વગેરેનું કેશર વગેરે સાધનો પમાડવા દ્વારા શું પુણ્યનો ઉપક્રમ ન કરાય ? અર્થાત્ કરાય. હવે જો તમે એમ માનો છો કે પુણ્યથી સુખનો અનુભવ થતો હોવાથી જ એ પ્રમાણેaઉપક્રમથી પુણ્યને ખપાવવામાં ગુણ=લાભ નથી. (૧૫૩)