________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૫૪
છે. અવિરુદ્ધ હેતુથી થનારી વસ્તુનો વિનાશ કારણથી અવિરુદ્ધ પદાર્થની વિદ્યમાનતામાં પણ વિનાશ ન થાય.
ટીકાર્થ– હવે જો વાદી એમ માને કે દુ:ખી જીવોનો વધ મરનાર અને મારનાર એ બંનેના કર્મક્ષયનો હેતુ છે. કારણ કે વધમાં મરનાર-મારનાર બંને કારણ છે. મારનાર કર્તભાવથી વધમાં કારણ છે અને મરનાર કર્મભાવથી વધમાં કારણ છે. વાદીની આ માન્યતા ઘટે તેવી નથી. કારણ કે કર્મ ( કર્મબંધ) કર્મક્ષયથી વિરુદ્ધ એવી વધક્રિયાથી થાય છે.
અહીં આ સિદ્ધાંત છે કે વિનાશના કારણ તરીકે જે અભિમત હોય તેના અવિરોધી કારણથી ઉત્પન્ન થનાર વસ્તુનો વિનાશનું કારણ એવા અવિરોધી પદાર્થની વિદ્યમાનતામાં પણ વિનાશ ન થાય.
પ્રસ્તુતમાં આની ઘટના આ પ્રમાણે છે– વાદીને કર્મવિનાશના કારણ તરીકે વધક્રિયા અભિપ્રેત છે. કર્મ અજ્ઞાનતાથી થાય છે. વાદીએ કર્મવિનાશના કારણ તરીકે માનેલ વધક્રિયા અજ્ઞાનતાની વિરોધી નથી, અર્થાત્ વધક્રિયા અવિરોધીકારણ છે. આથી અજ્ઞાનતાના કારણે થનાર કર્મનો વિનાશકારણ એવા અવિરોધી વધની વિદ્યમાનતામાં પણ નાશ ન થાય. કર્મનો નાશ વિરોધી કારણ એવા જ્ઞાનથી જ થાય. (૧૪૫)
एतदेव भावयतिहिमजणियं सीयं चिय, अवेइ अनलाओ नायवो वेइ । एवं अणब्भुवगमे, अइप्पसंगो बला होइ ॥ १४६ ॥ [हिमजनितं शीतमेवापैत्यनलात् नातपोऽपैति ।। પવમસ્યુપામેતિસો વીદ્ધતિ || ૪૬ //] हिमजनितं शीतमेवापैत्यनलात् शीतकारणविरोधित्वादनलस्य नातपोऽपैति तत्कारणाविरोधित्वादनलस्य एवमनभ्युपगमे कारणविरोधिनः सकाशान्निवृत्तिरित्यनङ्गीकरणेऽतिप्रसङ्गो बलाद्भवति तन्निवृत्तिवत्तदन्यनिवृत्तिलक्षणा अव्यवस्था नियमेनापद्यत इति ॥ १४६ ॥ આને જ (=ઉક્ત સિદ્ધાંતને જ) વિચારે છે–
ગાથાર્થ– અગ્નિથી હિમના કારણે થયેલ ઠંડી દૂર થાય, પણ આતપ દૂર ન થાય. આ પ્રમાણે ન સ્વીકારવામાં બળાત્કારથી અતિ પ્રસંગ થાય.