________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫૫ ટીકાર્થ– હિમથી થયેલ ઠંડી અગ્નિથી દૂર થાય, કારણ કે અગ્નિ શીતકારણ હિમનો વિરોધી છે. આતપ અગ્નિથી દૂર ન થાય. કારણ કે અગ્નિ આપના કારણનો (સૂર્યનો) અવિરોધી છે.
કારણના વિરોધીથી કાર્યનો નાશ થાય એમ ન સ્વીકારવામાં આવે તો બળાત્કારે અતિપ્રસંગ આવે, એટલે કે અવિરોધી કારણ વધથી કર્મનાશની જેમ કર્મ સિવાય અન્ય વસ્તુઓના નાશરૂપ અવ્યવસ્થા પ્રાપ્ત થાય, અર્થાત્ જે કોઈ કારણથી જે કોઈ વસ્તુનો નાશ થવાનો પ્રસંગ આવે. (૧૪૬). एतदेवाहतब्भावंमि अ जं किंचि वत्थु जत्तो कुओ वि न हविज्जा । एवं च सव्वभावो, पावइ अनुनविक्खाए ॥ १४७ ॥ [तदभावेऽपि च यत्किचित् वस्तु यतो कुतश्चित् न भवेत् । एवं च सर्वाभावः प्राप्नोत्यन्योन्यापेक्षया ॥ १४७ ॥] तद्भावेऽपि चातिप्रसङ्गभावे च यत्किचिदत्र वस्तुजातं यतः कुतश्चित्सकाशान्न भवेत् अप्रतिपक्षादपि निवृत्त्यभ्युपगमात् । अत्रानिष्टमाहएवं च सति सर्वाभावः प्राप्नोति अशेषपदार्थाभाव आपद्यते, कुतो ऽन्योन्यापेक्षया अविरोधिनमप्यन्यमपेक्ष्यान्यस्य निवृत्तिरन्यं वान्यस्येति शून्यતાપરિરિતિ | ૨૪૭ ||
આને જ (=અવ્યવસ્થાને જ) વિચારે છે– ગાથાર્થ– અતિપ્રસંગ થવામાં જે કોઈ વસ્તુ જે કોઈ વસ્તુથી ન થાય. એમ થતાં અન્યોન્યની અપેક્ષાએ સર્વ વસ્તુનો અભાવ થાય.
ટીકાર્થ– અતિપ્રસંગ થાય તો જે કોઈ વસ્તુ જે કોઈ વસ્તુથી ન થાય=વિનાશ પામે. કારણ કે અવિરોધીથી પણ વિનાશનો સ્વીકાર કરાયો છે. જે કોઈ વસ્તુથી જે કોઈ વસ્તુ વિનાશ પામે તો થતા અનિષ્ટને કહે છે– અવિરોધી પણ અન્ય વસ્તુથી અન્ય વસ્તુનો નાશ થાય. વળી અવિરોધી અન્ય વસ્તુથી અન્ય વસ્તુનો નાશ થાય... એમ સર્વ વસ્તુનો અભાવ થાય. આ પ્રમાણે શૂન્યતાની પ્રાપ્તિ થાય. (૧૪૭)
अह तं अहेउगं चिय, कहं नु अत्थि त्ति अवगमो कह य । नागासमाइयाणं, कुओवि सिद्धो इह विणासो ॥ १४८ ॥