________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૫૬
[अथ तदहेतुकमेव कथं त्वस्तीति अपगमः कथं च । नाकाशादीनां कुतश्चित्सिद्ध इह विनाशः ॥ १४८ ॥]
अथैवं मन्यसे तत्कमहितुकमेव निर्हेतुकमेवेत्येतदाशङ्क्याह- कथं त्वस्तीति नैवास्ति तदहेतुत्वात् खरविषाणादिवत्, आकाशादिना अहेतुकेन सता व्यभिचारमाशङ्क्याह- अपगमः कथं विनाशश्च कथमस्येति एतदेव भावयति नाकाशादीनां नाकाशधर्मास्तिकायप्रभृतीनां कुतश्चिल्लकुयदेः सिद्ध इह विनाश: अहेतुकत्वेन नित्यत्वादिति ॥ १४८ ॥
ગાથાર્થ— હવે જો વાદી એમ કહે કે કર્મ અહેતુક છે તો કર્મનું અસ્તિત્વ કેવી રીતે હોય, અને કર્મનો નાશ કેવી રીતે થાય ? આકાશ વગેરેનો નાશ કોઇ કારણથી સિદ્ધ નથી.
ટીકાર્થ— જો કર્મનું (=કર્મની ઉત્પત્તિનું) કોઇ કારણ જ ન હોય તો ખવિષાણની જેમ કર્મનું અસ્તિત્વ જ ન હોય. જેમ ખવિષાણની ઉત્પત્તિનું કોઇ કારણ નથી તો આ જગતમાં ખરવિષાણનું અસ્તિત્વ જ નથી. તેવી જ રીતે કર્મનું કોઇ કારણ ન હોય તો કર્મનું આ જગતમાં અસ્તિત્વ જ ન હોય.
પૂર્વપક્ષ— આકાશ વગેરેનું કોઇ કારણ નથી, છતાં તે પદાર્થોનું અસ્તિત્વ છે–તે પદાર્થો જગતમાં છે.
ઉત્તર– આકાશ-ધર્માસ્તિકાય વગે૨ે અહેતુક હોવા છતાં તેમનું અસ્તિત્વ ભલે છે, પણ તેમનો વિનાશ નથી. અહેતુક વસ્તુનો ક્યારે ય નાશ ન થાય. એથી જ આકાશ વગેરેનો લાકડી વગેરે કોઇ વસ્તુથી વિનાશ થતો નથી=આકાશ વગેરે સદા હોય છે. (૧૪૮)
इत्तु च्चिय अफलत्ता, नो कायव्वो वहु त्ति जीवाणं । वहहेउगं चिय तयं, कहं निवित्ती तओ तस्स ॥ १४९ ॥ [ अतोऽपि अफलत्वात् न कर्तव्यो वधो जीवानाम् । वधहेतुकमेव तत् कथं निवृत्तिस्ततस्तस्य ॥ १४९ ॥]
૧. નિત્યં સત્ત્વમસત્ત્વ વા-તોન્યાનપેક્ષાત્ । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥
અન્ય હેતુઓની અપેક્ષા ન રાખવાવાળો પદાર્થ સદા હોય, અથવા સદા ન હોય. અન્ય કાંરણોની અપેક્ષાથી જ પદાર્થમાં ક્યારેક હોવાપણું હોય. (યોગબિંદુ-૪૭૭)