________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૪૯
અપ્રતિષ્ઠાન નરકાવાસમાં અન્યનિમિત્ત નથી તો ત્યાં કર્મક્ષય કેવી રીતે થાય ? એવી આશંકા કરીને કહે છે—
ગાથાર્થ– અપ્રતિષ્ઠાનમાં પણ સંક્લેશથી જ કર્મક્ષય છે. દેવ નરકમાં પણ સંક્લેશના અભાવમાં તે કર્મ ખપાવતો નથી.
ટીકાર્થ– સાતમી નરક પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં પણ (ઉત્પત્તિના સમયે) તે રીતે ઊંચે ઉછળવું અને નીચે પતન આદિથી થયેલા દુઃખથી જ કર્મક્ષય થાય છે, બીજી રીતે નહિ. કોઇ પણ રીતે નરકમાં પણ ગયેલ કે બીજા કોઇ સ્થળે ગયેલ દેવ જે કર્મ નરકમાં પ્રવાહથી વેદવા યોગ્ય છે તે કર્મને સંક્લેશના અભાવમાં ખપાવતો નથી. (૧૩૮)
उपसंहरन्नाह—
तम्हा ते वहमाणो, अट्टज्झाणाइगं जणंतो वि । तक्कम्मक्खयहेउं, न दोसवं होइ णायव्वो ॥ १३९ ॥
- [ तस्मात्तान् घ्नन्नार्तध्यानादिकं जनयन्नपि ।
तेषां कर्मक्षयहेतुर्न दोषवान् भवति ज्ञातव्यः ॥ १३९ ॥] यस्मादेवं तस्मात्तान् दुःखितान्प्राणिनः घ्नन् व्यापादयन् आर्तध्यानादिकं जनयन्नपि आर्तरौद्रध्यानं चित्रं च संक्लेशं कुर्वन्नपि तेषां कर्मक्षयहेतुस्तेषां दुःखितानां कर्मक्षयनिमित्तमिति कृत्वा न दोषवान् भवति ज्ञातव्यः संसारमोचक इति अयमपि पूर्वपक्ष: ॥ १३९ ॥
પૂર્વપક્ષનો ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ તેથી તેમને હણતો આર્ત્તધ્યાન વગેરે ઉત્પન્ન કરતો હોવા છતાં તેમના કર્મક્ષયનો હેતુ હોવાથી દોષિત ન જાણવો.
ટીકાર્થ– સંક્લેશ વિના કર્મક્ષય નથી તેથી દુ:ખી જીવોને હણતો સંસારમોચક જો કે દુ:ખી જીવોના આર્ત્ત-રૌદ્રધ્યાનને અને વિચિત્ર સંક્લેશને ઉત્પન્ન કરે છે, તો પણ તે દુઃખી જીવોના કર્મક્ષયનું કારણ બનતો હોવાથી દોષિત નથી. આ પણ પૂર્વ પક્ષ છે. (૧૩૯)
अत्रोत्तरमाह
चिट्ठउ ता इह अन्नं, तक्खवणे तस्स को गुणो होइ । कम्मक्खति तं तुह, किंकारणगं विणिट्टिं ॥ १४० ॥