________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ : ૧૪૩
વળી–
ગાથાર્થ– ત્રણભૂત પણ ત્રસ જ છે. ત્રસભાવથી જ ત્રસપર્યાયરૂપ વિશેષ અર્થભાવ સિદ્ધ થઈ જાય છે. તેથી “મૂત” શબ્દ ગ્રહણથી શું ?
ટીકાર્થ– ત્રણભૂત પણ જીવો પરમાર્થથી ત્રસ જ છે, બીજા નથી. તથા ત્રસભાવથી જ ત્રસપર્યાયરૂપ વિશેષ અર્થભાવ ( વિશેષ અર્થનું હોવાપણું) સિદ્ધ થાય છે. કારણ કે ત્રસપર્યાયથી શૂન્યમાં ત્રસપણું ન હોય. આથી “ભૂત” શબ્દના ગ્રહણની કોઈ જરૂર નથી. (૧૨)
किं चथावरसंभारकडेण कम्मणा जं च थावरा भणिया । इयरेणं तु तसा खलु, इत्तो च्चिय तेसि भेओ उ ॥ १३० ॥ [स्थावरसंभारकृतेन कर्मणा यच्च स्थावरा भणिताः ।। ફતરે તુ ત્રસાદ રવનું ગત વ તયોર્ટેઃ | ૨૦ |] स्थावरसंभारकृतेन पृथिव्यादिनिचयनिवर्तितेन कर्मणा यच्च यस्माच्च स्थावरा भणिताः परममुनिभिरिति गम्यते इतरेण तु त्रससंभारकृतेन तुरवधारणे त्रससंभारकृतेनैव त्रसाः खल्विति त्रसा एव खलुशब्दस्यावधारणार्थत्वात् अत एवास्मादेव निमित्तभेदात्तयोस्त्रसस्थावरयोर्भेदः, तस्मिन्सति अनर्थको મૂતશદ્ર તિ | શરૂ II
વળી– ગાથાર્થ– સ્થાવરસમૂહથી કરેલા કર્મથી જીવો સ્થાવર કહેવાયા છે, અને ત્રસસમૂહથી કરાયેલા કર્મથી ત્રસ જ કહેવાયા છે. નિમિત્તભેદથી જ તે બેનો ભેદ છે.
ટીકાર્થ– અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જે જીવોએ ગતભવમાં સ્થાવર નામકર્મ બાંધ્યું તે જીવો વર્તમાનભવમાં સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે. જે જીવોએ ગતભવમાં ત્રસનામકર્મ બાંધ્યું છે તે જીવો વર્તમાનભવમાં ત્રસ નામકર્મના ઉદયથી ત્રસ કહેવાય છે. આમ નિમિત્તના ભેદથી જ ત્રાસ-સ્થાવરનો ભેદ સિદ્ધ થયે છતે ભૂત શબ્દનો પ્રયોગ નિરર્થક છે. (૧૩)