________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૩૮
आह चतसभूयपाणविई, तब्भावंमि वि न होइ भंगाय । खीरविगइपच्चक्खातदहियपरिभोगकिरिय व्व ॥ १२२ ॥ [त्रसभूतप्राणविरतिः तद्भावे ऽपि न भवति भङ्गाय । क्षीरविकृतिप्रत्याख्यातृदधिपरिभोगक्रियावत् ॥ १२२ ॥] त्रसभूतप्राणविरतिस्त्रसपर्यायाध्यासितप्राणवधनिवृत्तिः तद्भावेऽपि स्थावरगतव्यापत्तिभावेऽपि न भवति प्रत्याख्यानभङ्गाय विशेष्यकृतत्वात्, किंवत् ? क्षीरविकृतिप्रत्याख्यातुर्दधिपरिभोगक्रियावत् न हि क्षीरविकृतिप्रत्याख्यातुदधिपरिभोगक्रिया प्रत्याख्यानभङ्गाय क्षीरस्यैव दधिरूपत्वापत्तावपि विशेष्यપ્રત્યારોનાલિર્તિ | ૨૨૨ // વિશેષથી પ્રત્યાખ્યાનને કહે છે–
ગાથાર્થ– ત્રણભૂત પ્રાણીઓના વધની વિરતિ ત્રસમાંથી સ્થાવરમાં ગયેલા જીવોનો નાશ થવા છતાં પ્રત્યાખ્યાનના ભંગ માટે ન થાય. દૂધ વિગઈના પ્રત્યાખ્યાનમાં દહીંભોજનની ક્રિયાની જેમ.
ટીકાર્થ– ત્રસભૂત પ્રાણીઓના વધની વિરતિ=સપર્યાયમાં રહેલા પ્રાણીઓના વધની વિરતિ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- ત્રસ જીવોના વધની વિરતિ સ્વીકારું છું એવો નિયમ ન લેવો જોઈએ. કિંતુ વર્તમાનમાં (=જે વખતે હિંસા થઈ રહી હોય ત્યારે). જે જીવો ત્રસ હોય તે જીવોના વધની વિરતિ સ્વીકારું છું એવો નિયમ લેવો જોઇએ. આવો નિયમ લેવાથી જે જીવો ત્રસમાંથી સ્થાવર થયા હોય તે જીવોનો વધ કરવા છતાં નિયમભંગ ન થાય. કેમ કે તે જીવો વર્તમાનમાં ત્રસ નથી. જેમ કે- કોઈ મારે દૂધ વિગઈનું ભક્ષણ ન કરવું એવો નિયમ લે. આવો નિયમ લેનાર દહીંનું ભક્ષણ કરે તો તેના દૂધ વિગઈ ત્યાગના નિયમનો ભંગ ન થાય. જો કે દૂધ જ દહીં બન્યું છે, તો પણ તેણે “મારે દૂધ વિગઈનું ભક્ષણ ન કરવું” એમ વિશેષથી પચ્ચકખાણ લીધું છે. (૧૨૨)
उपसंहरन्नाहतम्हा विसेसिऊणं, इय विरई इत्थ होइ कायव्वा ।
अब्भक्खाणं दुन्ह वि, इय करणे नावगच्छंति ॥ १२३ ॥ १. प्रत्याख्यातत्त्वादिति