________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૪૨
तस्या अपि च सागरोपमकोटिकोट्याः स्तोकमात्रे पल्योपमासङ्ख्येयभागे क्षपितेऽपनीते अत्रान्तरेऽस्मिन्भागे जीवस्यात्मनः भवति अभिन्नपूर्वो हुशब्दस्यावधारणार्थत्वाद्व्यवहितोपन्यासाच्चाभिन्नपूर्व एव ग्रन्थिरिव ग्रन्थिदुःखेनोद्वेष्ट्यमानत्वादेवं जिना ब्रुवत एवं तीर्थकराः प्रतिपादयन्तीति । उक्तं च तत्समयज्ञैः
गंट्ठित्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व ।
નીવર્સી મ્નનળિયો, બળદોસરળામો | શ્ ॥ તિ ॥ ૩૨ ॥
આ સ્થિતિની પ્રસ્તુતમાં યોજના કરવા માટે કહે છે—
ગાથાર્થ— આટલી સ્થિતિવાળા કર્મની જ્યારે ઘર્ષણ પૂર્ણન નિમિત્તથી કોઇ પણ રીતે એક કોડાકોડિને છોડીને સઘળી કોડાકોડિઓ ક્ષય કરી નાખવામાં આવે, તેમાંથી પણ અલ્પ પ્રમાણ સ્થિતિનો ક્ષય થઇ જતાં આ અવસરે જીવની અભિન્નપૂર્વ ગ્રંથિ થાય છે, એમ તીર્થંકરો કહે છે.
ટીકાર્થ– ઘર્ષણ પૂર્ણન નિમિત્તથી– વિવિધ યોનિઓમાં વિવિધ સુખદુઃખના અનુભવથી.
અલ્પપ્રમાણ– પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ. અભિન્નપૂર્વ— પૂર્વે ક્યારે પણ ભેદી ન હોય તેવી જ.
ગ્રંથિ— જેવી રીતે પાતળા દોરા વગેરેની મજબૂત ગાંઠ દુઃખે કરીને છોડી શકાય છે તેમ (રાગ-દ્વેષના તીવ્ર પરિણામરૂપ) આ ગાંઠ દુ:ખે કરીને છોડી શકાય છે. માટે તે ગાંઠ કહેવાય છે.
અરિહંતનાં શાસ્ત્રોને જાણનારાઓએ કહ્યું છે કે—
ગ્રંથિ એટલે કાષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવનો અતિશય દુર્ભેદ્ય, કર્મજનિત અને અતિગાઢ એવો રાગદ્વેષનો પરિણામ. (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૧૯૫) (૩૧-૩૨)
૧. જે જીવની આટલી કર્મસ્થિતિનો ક્ષય થઇ ગયો હોય તે જીવ ગ્રંથિસ્થાને આવ્યો કહેવાય. આટલી કર્મસ્થિતિના ક્ષયને (=કર્મસ્થિતિના ક્ષય બાદ થતી કર્મસ્થિતિને) ગ્રંથિસ્થાન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં જ આવેલો જીવ ગ્રંથિભેદ કરવા સમર્થ બને છે. આનાથી વધારે કર્મસ્થિતિ હોય તો ગ્રંથિભેદ કરી શકતો નથી.