________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૬૬
સંક્ષેપચિ— જે જિનવચનમાં કુશળ નથી, જે કપિલાદિ મતોનો પણ જાણકા૨ નથી, અને જેણે બૌદ્ધાદિ મિથ્યાદર્શનોનો સ્વીકાર કર્યો નથી (=મિથ્યા દર્શનોમાં આગ્રહ રાખ્યો નથી), ચિલાતીપુત્રની જેમ સંક્ષેપથી જ તત્ત્વરુચિને પામનાર તે જીવ સંક્ષેપચિ છે.
ધર્મરુચિ— જિનોક્ત ધર્માસ્તિકાય વગેરેના ગતિસહાયકતા વગેરે ધર્મની, અંગપ્રવિષ્ટ વગેરે આગમ રૂપ શ્રુતધર્મની અને સામાયિક વગેરે ચારિત્રધર્મની શ્રદ્ધા કરનાર જીવ ધર્મરુચિ જાણવો.
પ્રશ્ન- દશ પ્રકારનું જ સમ્યક્ત્વ અહીં કેમ ન કહ્યું ?
ઉત્તર- એ દશ પ્રકાર સામાન્યથી ક્ષાયોપશમિક આદિથી અભિન્ન સ્વરૂપ જ છે, અર્થાત્ ક્ષાયોપશમિકાદિ સ્વરૂપ જ છે. કેમ કે એ દશ પ્રકાર કોઇક ભેદથી ક્ષાયોપમિક આદિના જ ભેદો છે. વળી આ આરંભ સંક્ષેપથી કહેવા માટે છે. આથી તે દશ ભેદો અહીં કહ્યા નથી. (૫૨) इदं च सम्यक्त्वमात्मपरिणामरूपत्वाच्छद्मस्थेन दुर्लक्ष्यमिति लक्षणमाहतं उवसमसंवेगाइएहि लक्खिज्जई उवाएहिं । આયરિનામવં, વોર્દિ પસત્યનોનેહિં ॥ ૩ ॥
[तदुपशमसंवेगादिकैर्लक्ष्यते उपायैः । आत्मपरिणामरूपं बाहयैः प्रशस्तयौगैः ॥ ५३ ॥]
तत्सम्यक्त्वमुपशमसंवेगादिभिरिति उपशान्तिरुपशमः संवेगो मोक्षाभिलाषः आदिशब्दान्निर्वेदानुकम्पास्तिक्यपरिग्रहः लक्ष्यते चियते एभिरुपशमादिभिर्बाहयैः प्रशस्तयोगैरिति संबन्धः बाह्यवस्तुविषयत्वाद्वाह्याः प्रशस्तयोगाः शोभनव्यापारास्तैः किं विशिष्टं तत्सम्यक्त्वं आत्मपरिणामरूपं जीवधर्मरूपमिति ॥ ५३ ॥
આ સમ્યક્ત્વ આત્મપરિણામરૂપ હોવાથી છદ્મસ્થ જીવથી મુશ્કેલીથી જાણી શકાય તેવું છે. આથી સમ્યક્ત્વના લક્ષણોને કહે છે–
ગાથાર્થ— આત્મપરિણામરૂપ સમ્યક્ત્વ બાહ્ય પ્રશસ્ત યોગ એવા ઉપશમ-સંવેગ વગેરે ઉપાયોથી (=લક્ષણોથી) જાણી શકાય છે.
ટીકાર્થ– આત્મપરિણામરૂપ=જીવધર્મરૂપ.
બાહ્ય– ઉપશમ વગેરે પ્રશસ્ત યોગોનો વિષય બાહ્ય વસ્તુ હોવાથી ઉપશમ વગેરે પ્રશસ્ત યોગો બાહ્ય છે. (કોઇ પ્રતિકૂળ વર્તન કરે તો પણ