________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૫ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–તેથી નિત્યસ્મરણથી, અધિકૃત ગુણો ઉપરબહુમાનથી, પ્રતિપક્ષની દુગંછાથી, પરિણતિની વિચારણાથી, તીર્થંકરની ભક્તિથી, સુસાધુજનની પર્યાપાસનાથી અને ઉત્તરગુણોની શ્રદ્ધાથી અપ્રમાદ કરવો જોઈએ.
ટીકાર્થ– તેથી કર્મને જીતવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને કર્મથી જિતાયાથી સંસારમાં પરિભ્રમણ થાય છે માટે. નિત્ય સ્મરણથી સ્વીકારેલાં સમ્યકત્વને અને વ્રતોને ન ભૂલવાથી.
અધિકૃત ગુણો ઉપર બહુમાનથી– પ્રસ્તુત સમ્યક્ત્વ આદિ ગુણો ઉપર હાર્દિક રાગથી.
પ્રતિપક્ષની દુગંછાથી સમ્યક્ત્વ આદિ ગુણોના વિરોધી એવા મિથ્યાત્વ આદિ ઉપર ઉદ્વેગ ધારણ કરવો જોઈએ.
પરિણતિની વિચારણાથી તે જ મિથ્યાત્વ આદિ દોષોની “આ દારુણ ફળવાળા છે” એ પ્રમાણે વિપાકની વિચારણાથી.
તીર્થકર ભક્તિથી=પરમ ગુરુનો વિનય કરવાથી. સુસાધુજનની પર્યાપાસનાથી=ભાવ સાધુઓની સેવા કરવાથી. ઉત્તર ગુણ શ્રદ્ધાથી સ્વીકારેલા ગુણથી અધિક ગુણની ઇચ્છા રાખવાથી. જેમ કે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો હોય તો અણુવ્રતોની ઈચ્છા રાખવી. અણુવ્રતોનો સ્વીકાર કર્યો હોય તો મહાવ્રતોની ઈચ્છા રાખવી.
આ રીતે ( નિત્ય સ્મરણ આદિથી) અપ્રમાદ (=પ્રમાદનો ત્યાગ) કરવો જોઈએ. અપ્રમાદી જીવ અવશ્ય વેદવા યોગ્ય પણ કર્મની શક્તિને દૂર કરે છે. આ પ્રમાણે આ (=અપ્રમાદ) શુદ્ધ આત્મવીર્યને કરવાનો ( ફોરવવાનો) ઉપાય છે. (૧૦૪-૧૦૫)
બાર વ્રત અધિકાર (ગા. ૧૦૬-૩૩૮) सांप्रतं द्वादशप्रकारं श्रावकधर्ममुपन्यस्यता यदुक्तं पञ्चाणुव्रतादीनीति तान्यभिधित्सुराह
पंच उ अणुव्वयाई, थूलगपाणिवहविरमणाईणि । तत्थ पढमं इमं खलु, पन्नत्तं वीयरागेहिं ॥ १०६ ॥ [पञ्च त्वणुव्रतानि स्थूलप्राणवधविरमणादीनि । તત્ર પ્રથમ રૂટું નુ પ્રશાં વીતાઃ |૧૦૬ //]