________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૩૧ દેશવિરતિ પરિણામના અભાવમાં પણ બંનેને પૂર્વે કહેલો મૃષાવાદ દોષ પણ નથી. કારણ કે ગુણનો સંભવ છે. (૧૧૨)
गुणभावमेवाहतग्गहणउ च्चिय तओ, जायइ कालेण असढभावस्स । इयरस्स न देयं चिय, सुद्धो छलिओ वि जइ असढो ॥ ११३ ॥ [तद्ग्रहणत एव तको जायते कालेनाशठभावस्य । इतरस्य न देयमेव शुद्धः छलितो ऽपि यतिरशठः ॥ ११३ ॥] तद्ग्रहणत एव विधिना गुरुसन्निधौ व्रतग्रहणादेव तको जायते कालेन असौ देशविरतिपरिणामो भवति कालेन तत् गुरुसन्निधिकारणत्वादित्यर्थः । किंविशिष्टस्य अशठभावस्य श्राद्धस्य सत्त्वस्य शठविषयं दोषमाशङ्क्याहइतरस्य शठस्य न देयमेव, व्रतं अस्थानदाने भगवदाशातनाप्रसङ्गात्, तदज्ञानविषयं दोषमाशङ्कयाह-शुद्धः छलितोऽपि यतिरशठः छद्मस्थप्रत्युपेक्षणया कृतयत्नो, मायाविना कथञ्चिद् व्यंसितोऽपि विप्रतारितोऽप्यार्जवः साधुरदोषवानेव, મોરાતિમવિતિ | શરૂ | ગુણના સંભવને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– અશઠભાવવાળા શ્રાવકને ગુરુની પાસે વિધિથી વ્રતનો સ્વીકાર કરવાથી જ પૂર્વે ન થયેલો દેશવિરતિ પરિણામ કાળે કરીને થાય છે. કારણ કે ગુરુ સાંનિધ્ય દેશવિરતિ પરિણામનું કારણ છે.
શઠ સંબંધી દોષની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– શઠને વ્રત ન જ આપવું. કારણ કે અયોગ્યને વ્રત આપવામાં ભગવાનની આશાતના થાય. આ શઠ છે એવું જ્ઞાન ન હોય એથી વ્રત આપે તો દોષની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– માયાવીથી કોઈ પણ રીતે છેતરાયેલો પણ (=શઠને વ્રત આપી દીધું હોય તો પણ) અશઠ=સરળ સાધુ શુદ્ધ છે=દોષરહિત છે. કારણ કે તેણે આ શઠ નથી ને ? એમ છદ્મસ્થની દષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીને, આ અશઠ છે એમ જાણીને વ્રત આપ્યું છે અને એથી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. (૧૧૩) ૨. તારગત્વાદ્રિત્યર્થ: