________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૩૦
तथाज्ञाकरणं अर्हदाज्ञासंपादनं यतस्तस्यैव उपदेशो गुरुसन्निधौ व्रतग्रहणं कार्यमिति, तथा कर्मक्षयोपशमवृद्धिश्च तथाकरणे दाढर्याज्ञासंपादनशुभपरिणामतः अधिकतरक्षयोपशमोपपत्तेरिति ॥ १११ ॥
આ પ્રમાણે અન્યના અભિપ્રાયની આશંકા કરીને બંને ય પક્ષમાં દોષ નથી એ પ્રમાણે જણાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ દેશિવરતિ પરિણામ થયો હોય તો પણ ગુરુની પાસે સ્વીકાર કરવામાં આ લાભ છે કે દઢતા, આજ્ઞાકરણ અને કર્મક્ષયોપશમવૃદ્ધિ થાય.
ટીકાર્થ– દૃઢતાતે જ ગુણમાં દૃઢતા થાય.
આજ્ઞાકરણ– અરિહંતની આજ્ઞાનું પાલન થાય. કારણ કે અરિહંતનો જ ઉપદેશ છે કે ગુરુની પાસે વ્રતનો સ્વીકાર કરવો જોઇએ.
કર્મક્ષયોપશમવૃદ્ધિ=ગુરની પાસે વ્રતને સ્વીકારવામાં દૃઢપણે આજ્ઞાપાલનના શુભ પરિણામથી પૂર્વથી (દેશવિરતિ સ્વીકારની ક્રિયા કરતાં પહેલાં જેટલો કર્મક્ષયોપશમ હતો તેનાથી) અધિક કર્મ ક્ષયોપશમની સિદ્ધિ થાય છે. (૧૧૧)
इय अहिए फलभावे, न होइ उभयपलिमंथदोसो उ । तयभावम्मि वि दुन्हवि, न मुसावाओवि गुणभावा ॥ ११२ ॥ [इय अधिके फलभावे न भवति उभयपलिमन्थदोषः । तदभावेऽपि द्वयोरपि न मृषावादोऽपि गुणभावात् ॥ ११२ ॥]
इय एवमधिके फलभावे पूर्वावस्थातः अभ्यधिकतरायां फलसत्तायां, न भवति न जायते, उभयपलिमन्थदोषः शिष्याचार्ययोर्मुधाव्यापारदोष इत्यर्थः । एवं परिहृतः प्रथमो विकल्पः । द्वितीयमधिकृत्याह - तदभावेऽपि देशविरतिपरिणामाभावेऽपि द्वयोरपि प्रत्याख्यातृप्रत्याख्यापयित्रोर्गुरुशिष्ययोर्न मृषावादोऽपि प्राक् चोदितः कुतो ? गुणभावाद् गुणसंभवादिति ॥ ११२ ॥
ગાથાર્થ– ટીકાર્થ આ પ્રમાણે પૂર્વથી અધિક ફળ થવાના કારણે બંનેને વ્યર્થ-વ્યાપારરૂપ દોષ થતો નથી. આ પ્રમાણે પહેલા વિકલ્પનો પરિહાર (=નિરાકરણ) કર્યો. બીજા વિકલ્પને આશ્રયીને કહે છે—
૧. ટીકામાં અવ્યુય એટલે વૃદ્ધિ.