________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૮ વતો ગુરુની પાસે સ્વીકારવાથી લાભ (ગા. ૧૦૯-૧૧૩)
अत्राहदेसविड्परिणामे, सइ किं गुरुणा फलस्स भावाओ । उभयपलिमंथदोसो, निरत्थओ मोहलिंगं तु ॥ १०९ ॥ [देशविरतिपरिणामे सति किं गुरुणा फलस्याभावात् ।।
મયપતિમન્થતોષઃ નિરર્થશે મોહતિ તુ / ૨૦૨ ll] इह श्रावको यदाणुव्रतं प्रतिपद्यते तदास्य देशविरतिपरिणामः स्याद्वा न वा किं चात उभयथापि दोषः । तमेवाह- देशविरतिपरिणामे सति, स्वत एव तथाविधाणुव्रतरूपाध्यवसाये सति, किं गुरुणा, किमाचार्येण यत्संनिधौ तद् गृह्यते, कुतः फलस्याभावात्तत्संनिधावपि प्रतिपत्तुः स एव फललाभः स च स्वत एव संजात इत्यफला गुरुमार्गणा, किं च उभयपलिमन्थदोषः तथाविधाणुव्रतरूपाध्यवसाये सत्येव गुरुसंनिधौ तत्प्रतिपत्त्यभ्युपगमे उभयोराचार्यशिष्ययोर्मुधाव्यापारदोषः स च निरर्थको मोहलिङ्ग एव न हि अमूढस्य प्रयोजनमन्तरेण प्रवृत्तिरिति ॥ १०९ ॥
અહીં કોઈ કહે છે– ગાથાર્થ– દેશવિરતિના પરિણામ થયે છતે ગુરુની શી જરૂર છે? કારણ કે ફળનો અભાવ છે. બંનેને વ્યર્થ વ્યાપારરૂપ દોષ છે. તે દોષ નિરર્થક અને મોહસૂચક છે.
ટીકાર્થ– શ્રાવક જ્યારે ગુરુની પાસે અણુવ્રતો સ્વીકારે છે ત્યારે તેને દેશવિરતિનો પરિણામ હોય કે નહિ ? ગુરુની પાસે વ્રત સ્વીકારથી પરિણામ થયો હોય કે ન થયો હોય એમ બંને રીતે દોષ છે. દોષને જ કહે છે– સ્વતઃ જ ( સ્વાભાવિક રીતે જ) અણુવ્રતનો તેવા પ્રકારનો અધ્યવસાય થયે છતે જેની પાસે વ્રત ગ્રહણ કરાય છે=વ્રત ગ્રહણની ક્રિયા કરાય છે તે આચાર્યથી શું? અર્થાત્ આચાર્યની પાસે વ્રત સ્વીકારની ક્રિયા કરવાની જરૂર નથી. કારણ કે આચાર્યની પાસે વ્રત સ્વીકારનારને તે જ ફળનો લાભ થાય છે કે જે પૂર્વે સ્વતઃ ( પોતાની મેળે જ) થઈ ગયો છે. આથી ગુરુની શોધ કરવી નિષ્ફળ છે. વળી આચાર્ય અને શિષ્ય ઉભયને વ્યર્થ વ્યાપારરૂપ દોષ થાય. એ દોષ નિરર્થક અને મોહનો સૂચક છે. અમૂઢ માણસ પ્રયોજન વિના પ્રવૃત્તિ ન કરે. (૧૦)