________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૭ તે સંકલ્પ. જેમાં જીવહિંસા થાય તેવા ખેતી આદિ કાર્યો આરંભ છે. તેમાં શ્રાવક સંકલ્પથી સ્થૂલપ્રાણવધનો ત્યાગ કરે, નહિ કે આરંભથી. કારણ કે તેમાં અવશ્ય તેની પ્રવૃત્તિ થાય. આ વધત્યાગ પણ ગમે તેમ નહિ, કિંતુ શાસ્ત્રોક્ત વિધિથી કરે. (૧૦૭) उवउत्तो गुरुमूले, संविग्गो इत्तरं व इयरं वा । अणुदियहमणुसरंतो, पालेइ विसुद्धपरिणामो ॥ १०८ ॥ [उपयुक्तो गुरुमूले संविग्न इत्वरमितरद्धा । અનુતિવમનુસ્મરનું પાતતિ વિશુદ્ધપરિણામઃ || ૧૦૮ I] उपयुक्तोऽन्तःकरणेन समाहितो, गुरुमूले आचार्यसन्निधौ, संविग्नो मोक्षसुखाभिलाषी न तु ऋद्धिकामः । इत्वरं चातुर्मासादिकालावधिना', इतरद्धा यावत्कथिकमेव, प्राणवधं वर्जयतीति वर्तते, एवं वर्जयित्वानुदिवसमनुस्मरन्, स्मृतिमूलो धर्म इति कृत्वा, पालयति विशुद्धपरिणामः, न पुनस्तत्र चेतसापि प्रवर्तत इति ॥ १०८ ॥ તે વિધિ આ છે–
ગાથાર્થ ઉપયુક્ત અને સંવિગ્ન શ્રાવક ગુરુની પાસે ઇવર કે માવજીવ શૂલપ્રાણિવધનો ત્યાગ કરે. પછી દરરોજ તેને યાદ કરતો અને વિશુદ્ધ પરિણામવાળો તે તેનું પાલન કરે.
ટીકાર્થ– ઉપયુક્ત=અંતઃકરણથી સમાધિવાળો. (માત્ર બહાર દેખાવથી સમાધિવાળો નથી, કિંતુ પોતે સમાધિનો અનુભવ કરે છે.)
સંવિગ્ન=મોક્ષસુખનો અભિલાષી, નહિ કે ઋદ્ધિની ઇચ્છાવાળો. ગુરુનીઆચાર્યની. ઇત્વર=ચાતુર્માસ આદિ કાળની અવધિ સુધી.
તેને યાદ કરતો- ધર્મનું મૂળ (લીધેલાં વ્રતોનું) સ્મરણ છે. (જેમ મૂળ વિના વૃક્ષ ન ટકે તેમ લીધેલાં વ્રતોને યાદ રાખ્યા વિના વ્રતો ન ટકે.) આથી શ્રાવક લીધેલાં વ્રતોને દરરોજ યાદ કરતો રહે.
પાલન કરે છે ફરી તેમાં (=વધમાં) મનથી પણ પ્રવર્તતો નથી. ફરી તેમાં કાયાથી તો પ્રવર્તતો નથી, કિંતુ મનથી પણ પ્રવર્તતો નથી, અર્થાત્ મનથી પણ વ્રતભંગ કરતો નથી. (૧૦૮) १. कालं विधिना