________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૬ તત્ત્વરૂપ પદાર્થોની વિચારણામાં તીર્થંકર-ગણધરોએ જીવો બે પ્રકારના કહ્યાં છે. (૬૩)
द्वैविध्यमाहसंसारिणो य मुत्ता, संसारी छव्विहा समासेण । पुढवीकाइअमादी तसकायंता पुढोभेया ॥ ६४ ॥ [संसारिणः च मुक्ताः संसारिणः षड्विधाः समासेन । પૃથિવીયિાયવસાન્તા: પૃથમેડાઃ || ૬૪ I]
चशब्दस्य व्यवहित उपन्यासः । संसारिणो मुक्ताश्चेति । तत्र संसारिणः षड्विधाः षट्प्रकाराः । समासेन जातिसंक्षेपेणेति भावः । षड्विधत्वमेवाहपृथिवीकायिकादयस्त्रसकायान्ताः । यथोक्तं- "पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया" पृथग्भेदा इति स्वातन्त्र्येण पृथग्भिन्नस्वरूपाः न तु परमपुरुषविकारा इति ॥ ६४ ॥
જીવોના બે પ્રકારને કહે છેગાથાર્થ– સંસારી અને મુક્ત એમ બે પ્રકારના જીવો છે. સંસારી જીવો સંક્ષેપથી પૃથ્વીકાયથી આરંભી ત્રસકાય સુધી છ પ્રકારના છે. આ જીવો સ્વતંત્રપણે ભિન્ન સ્વરૂપવાળા છે.
ટીકાર્થ– સંક્ષેપથી એટલે જાતિના સંક્ષેપથી. કહ્યું છે કે- “પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છે પ્રકારના સંસારી જીવો છે.”
સ્વતંત્રપણે ભિન્ન સ્વરૂપવાળા- પૃથ્વીકાય આદિ દરેક જીવનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે.
પરમ પુરુષના વિકારરૂપ નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– વેદાંતીઓનો પુરુષાઢત મત છે. પુરુષ એટલે પરમ પુરુષ. પરમ પુરુષ એટલે બ્રહ્મ. આથી આ મતને બ્રહ્માદ્વૈત પણ કહેવામાં આવે છે. પુરુષાદ્વૈત એટલે જગતમાં એક જ પરમ પુરુષ (=બ્રહ્મ) છે. જગતમાં જેટલા શરીરો છે તે બધામાં એક જ પરમ પુરુષ છે. અર્થાત્ એ બધા પરમ પુરુષના વિકાર રૂપ છે. જેમ પાણીમાંથી અનેક પરપોટા થાય છે તેમ બધા જીવો પરમ પુરુષમાંથી ઉત્પન્ન થયેલા