________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૪ ટીકાર્થ– શંકા- અરિહંત પ્રભુએ સિદ્ધ કરેલા અને અત્યંત ગહન એવા ધર્માસ્તિકાય આદિ પદાર્થો મતિની દુર્બળતાથી આ પદાર્થ આ પ્રમાણે જ છે એમ સમ્યગૂ ન અવધારી શકાય નિશ્ચિત ન કરી શકાય ત્યારે આ પદાર્થ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી એવો સંશય કરવો તે શંકા. શંકા દેશ શંકા અને સર્વશંકા એમ બે પ્રકારની છે. દેશમાં (=અમુક કોઈ પદાર્થમાં) શંકા તે દેશશંકા. જેમ કે, આ આત્મા શું અસંખ્ય પ્રદેશાત્મક છે કે પ્રદેશથી રહિત નિરવયવ છે ? એવી શંકા. સર્વમાં શંકા તે સર્વશંકા. સર્વ અસ્તિકાય સમૂહમાં જ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી ? એવી શંકા.
કાંક્ષા– બુદ્ધ આદિએ રચેલાં દર્શનોની ઇચ્છા કરવી. કાંક્ષા દેશકાંક્ષા અને સર્વકાંક્ષા એમ બે પ્રકારે છે. એક જ બૌદ્ધ દર્શનને ઈચ્છે. આ દર્શનમાં ચિત્તજય જણાવ્યો છે. ચિત્તજય જ મુક્તિનું મુખ્ય કારણ છે. એથી ઘટતું (યુક્તિસંગત) આ દર્શન દૂર ગયેલું નથી, અર્થાત્ મુક્તિની નજીક છે. આ પ્રમાણે બૌદ્ધ દર્શનની ઈચ્છા કરવી તે દેશકાંક્ષા છે.
કપિલમત, કણભક્ષમત, અક્ષપાદમત એ સઘળા ય મતો અહિંસાનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અને આ લોકમાં અત્યંત ક્લેશનું (=કષ્ટનું) પ્રતિપાદન કરવામાં તત્પર નથી, આથી સુંદર જ છે. આ પ્રમાણે સઘળાં ય દર્શનોને ઇચ્છે તે સર્વકાંક્ષા.
વિચિકિત્સા- યુક્તિ અને આગમથી પદાર્થ સિદ્ધ થવા છતાં “આ મારું કાર્ય સિદ્ધ થશે કે નહિ ?” એવી શંકા કરવી તે વિચિકિત્સા છે.
અહીં ભાવાર્થ આ છે– વિચિકિત્સા એટલે મતિનો વિભ્રમ. યુક્તિ અને આગમથી સંગત પણ અર્થમાં ફલ પ્રત્યે સંમોહ થવો. તે આ પ્રમાણે- આ મહાન, ક્લેશપૂર્ણ, પ્રયત્નવાળા, રેતીકણના કોળિયા સમાન, કનકાવલી આદિ તપનું ભવિષ્યમાં મને ફલરૂપ સંપત્તિ શું થશે? કે નહિ થાય ? લોકમાં ખેડૂતોની સફળ અને નિષ્ફળ એમ બંને પ્રકારની ક્રિયાઓ દેખાય છે.
વિચિકિત્સા શંકાથી ભિન્ન નથી એવી શંકા ન કરવી. સર્વ પ્રકારની શંકા સર્વ પદાર્થ સંબંધી હોવાથી શંકાનો વિષય દ્રવ્ય-ગુણ છે. વિચિકિત્સાનો વિષય ક્રિયા જ છે, અર્થાત્ શંકા દ્રવ્ય-ગુણમાં થાય છે અને વિચિકિત્સા ક્રિયામાં થાય છે. પરમાર્થથી તો આ બધા પ્રાયઃ