________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૦ ज्ञानावरणाद्युदयात्किविशिष्टात्तीव्रविपाकात्, न तु मन्दविपाकात्तस्मिन् सत्यपि अतिचारानुपपत्तेः सम्यग्दर्शनिनामपि मन्दविपाकस्य तस्य उदयात्, अतस्तीव्रानुभावादेव भ्रंशना स्वस्वभावच्युतिरूपा तेषां सम्यक्त्वपुद्गलानां तथास्वभावत्वान्मिथ्यात्वदलिकत्वात् जायत इत वाक्यशेषः अतः किं न भवत्यसौ संक्लेशो यत एतेऽतिचारा भवन्त्येवेत्यभिप्रायः । उक्तं च प्रज्ञापनायां कर्मप्रकृतिपदे बन्धचिन्तायां "कहन्नं भंते जीवे अट्ठकम्मप्पगडीउ बंधइ ? गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स उदएणं दसणावरणिज्जं कम्मं नियच्छइ, दंसणावरणणिज्जस्स कम्मस्स उदयेणं दंसणमोहणिज्जं कम्मं नियच्छइ, दंसणमोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं णियच्छइ, मिच्छत्तेणं उदिनेणं પર્વ તુ નીવે કમ્પાડીય વંધતિ” | ૨૮ |
અહીં ગુરુ કહે છે
ગાથાર્થ તીવ્ર વિપાકવાળા જ્ઞાનાવરણીયાદિના ઉદયથી તે સમ્યક્ત્વ પુગલોની તેવા સ્વભાવના કારણે ભ્રંશના થાય છે. તેથી શું આ સંક્લેશ ન થાય ? અર્થાત્ થાય જ.
ટીકાર્થ– તીવ્ર વિપાકવાળા– મંદ વિપાકવાળા જ્ઞાનાવરણીય આદિનો ઉદય હોય તો પણ અતિચારોની ઉત્પત્તિ થતી નથી. કારણ કે સમ્યગ્દષ્ટિઓને પણ મંદ વિપાકવાળા જ્ઞાનાવરણીય આદિનો ઉદય હોય છે. આથી તીવરસથી જ ભ્રંશના થાય.
ભ્રંશના=પોતાના સ્વભાવથી પતિત થવું. તેવા સ્વભાવના કારણે સમ્યકત્વ પુદ્ગલોનો તેવો સ્વભાવ જ છે કે, તીવ્ર વિપાકવાળા જ્ઞાનાવરણીય આદિના ઉદયથી પોતાના સ્વભાવથી પતિત થવું. મિથ્યાત્વના દલિકોમાંથી જ રૂપાંતરિત થયેલ હોવાથી સમ્યક્ત્વ પુદ્ગલોનો તીવ્ર વિપાકવાળા જ્ઞાનાવરણીય આદિના ઉદયથી પોતાના સ્વભાવથી પતિત થવાનો સ્વભાવ હોવાથી તીવ્ર વિપાકવાળા જ્ઞાનાવરણીય આદિના ઉદયથી સમ્યક્ત્વ યુગલોની ભ્રંશના થાય છે.
સમ્યકત્વના મુદ્દગલોની ભ્રંશનાથી સંક્લેશ થાય છે. એ સંક્લેશથી શંકાદિ અતિચારો અવશ્ય થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કર્મપ્રકૃતિ પદમાં બંધ વિચારણામાં કહ્યું છે કે- “હે ભગવંત ! જીવ આઠ કર્મ પ્રવૃતિઓ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ !