________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૨૨
ગાથાર્થ પ્રશ્ન- અહીં જે અતિચારો અવશ્ય વેદવા યોગ્ય જ્ઞાનાવરણીયાદિના ઉદયથી તે રીતે થાય છે, તે અતિચારો કેવી રીતે તજી શકાય ?
ઉત્તર- શુદ્ધ જીવવીર્યથી તજી શકાય.
ટીકાર્થ– પ્રસ્તુતમાં પ્રશ્નકારનું કહેવું છે કે— અવશ્ય વેદવા યોગ્ય જ્ઞાનાવરણીયાદિના ઉદયથી જે અતિચારો થાય છે તે તજવા શક્ય નથી. કેમ કે જો અતિચારો તજી શકાય તો ઉદયમાં આવેલા તે કર્મની નિષ્ફલતાનો પ્રસંગ આવે. જીતુ શબ્દથી ચારિત્ર આદિમાં પણ આમ સમજવું. અર્થાત્ ચારિત્ર આદિમાં પણ થનારા અતિચારોને તજવા શક્ય નથી.
આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે— શુદ્ધ જીવવીર્યથી, એટલે કે કોઇપણ રીતે પ્રગટ થયેલા પ્રશસ્ત આત્મપરિણામથી, અતિચારોનો ત્યાગ કરી શકાય છે. (૧૦૦)
अमुमेवार्थं समर्थयन्नाह—
कत्थइ जीवो बलिओ, कत्थइ कम्माइ हुंति बलियाई । जम्हा णंता सिद्धा, चिट्ठेति भवंमि वि अनंता ॥ १०१ ॥ [क्वचित् जीवो बलिकः क्वचित्कर्माणि भवन्ति बलवन्ति । यस्मादनन्ताः सिद्धाः तिष्ठन्ति भवेऽप्यनन्ताः ॥ १०१ ॥ ]
क्वचिज्जीवो बली स्ववीर्यतः क्लिष्टकर्माभिभवेन सम्यग्दर्शनाद्यवाप्त्या अनन्तानां सिद्धत्व श्रवणात् क्वचित्कर्माणि भवन्ति बलवन्ति यस्मादेवं वीर्यवन्तोऽपि ततोऽनन्तगुणाः कर्मानुभावतः संसार एव तिष्ठन्ति प्राणिन इति, तथा चाह- यस्मादनन्ता: सिद्धास्तिष्ठन्ति भवेऽप्यनन्ता इति ॥ १०१ ॥ આ જ અર્થનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ— ક્યાંક જીવ બલવાન થાય છે. ક્યાંક કર્મો બલવાન થાય છે. કારણ કે અનંતા જીવો સિદ્ધ થયેલા છે, અને સંસારમાં પણ અનંતા રહેલા છે.
ટીકાર્થ ક્યાંક જીવ સ્વવીર્યથી ક્લિષ્ટ કર્મોનો પરાભવ કરીને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ કરવાથી બલવાન થાય છે. ક્યાંક કર્મો બલવાન થાય છે. આથી જ વીર્યવંત પણ (સિદ્ધથી) અનંતગુણા જીવો કર્મના પ્રભાવથી સંસારમાં જ રહે છે. મૂળ ગ્રંથકાર તે પ્રમાણે જ કહે