________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૦૯
चिंतेइ ति णिस्संको पियइ णिरुएण य गहिओ विज्जाकलाकलावो इहलोगियभोगाण य आभागी जाउत्ति । उपनयस्तु कृत एवेति ॥ ९१ ॥ શંકાથી થતો પરલોક સંબંધી દોષ કહ્યો, હવે આ લોક સંબંધી દોષને કહે છે—
ગાથાર્થ— જ્યાં શંકા કરવી જ ન જોઇએ ત્યાં શંકાથી આ લોકમાં પણ ભયંકર દોષ જોવાયો છે. આ વિષે રાબડીને પીનારા બે બાળકોનું ઉદાહરણ છે.
ટીકાર્થ— આ લોકમાં પણ— પરલોક દૂર રહો, આ લોકમાં પણ શંકાથી ભયંકર દોષ જોવાયો છે.
બે બાળકોનું ઉદાહરણ
રાબડીને પીનારા બે બાળકોનું ઉદાહરણ આ પ્રમાણે છે– એક નગરમાં એક શેઠના બંને પુત્રો લેખશાળામાં ભણે છે. તેમની મા કોઇની નજર ન લાગી જાય એ માટે એકાંતમાં મતિ-બુદ્ધિને કરનારી ઔષધિથી યુક્ત (અડદની) રાબડી તે બે બાળકોને આપે છે. તેમાં એક રાબડીને પીતો જ વિચારે છે કે ખરેખર ! આ માખીઓ છે. આવી શંકાથી ફરી ફરી ઊલટી કરતા તેને વર્ગીલી વ્યાધિ (=રોગ વિશેષ) થયો. આથી તે મરી ગયો. આ લોકના ભોગોનો ભાગી ન થયો. બીજો માતા અહિત ન ચિંતવે એમ વિચારીને શંકા વિના રાબડી પીએ છે. નિરોગી તે ઘણી વિદ્યાઓ અને કળાઓ ભણ્યો. આ લોકના ભોગોનો ભાગી થયો. ઉપનય તો કરેલો જ છે. (૯૧)
सांप्रतं काङ्क्षादिष्वतिचारत्वमाह
एवं कंखाईसु वि, अइयारत्तं तहेव दोषा य । जोइज्जा नाए पुण, पत्तेयं चेव वुच्छामि ॥ ९२ ॥ [एवं काङ्क्षादिष्वपि अतिचारत्वं तथैव दोषांश्च । योजयेत् ज्ञातानि पुनः प्रत्येकमेव वक्ष्ये ॥ ९२ ॥]
एवं काङ्क्षादिष्वपि यथा शङ्कायामतिचारत्वं तथैव दोषांश्च योजयेत् । यतः काङ्क्षायामपि मालिन्यं जायते चित्तस्याप्रत्ययश्च जिने भगवता प्रतिषिद्धत्वात् । एवं विचिकित्सादिष्वपि भावनीयम् । तस्मान्न कर्तव्याः काङ्क्षादयः । ज्ञातानि पुनः प्रत्येकमेव काङ्क्षादिषु वक्ष्येऽभिधास्य इति ॥ ९२ ॥