________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૫ પરપાખંડ પ્રશંસામાં ચાણક્યનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
ચાણક્યનું દષ્ટાંત. પાટલિપુત્ર નગરમાં ચંદ્રગુપ્ત રાજાનો ચાણક્ય મંત્રી છે. ચંદ્રગુપ્ત રાજાએ ભિક્ષુકોની આજીવિકા હરી લીધી. ભિક્ષુકો રાજાને ધર્મ કહે છે. રાજા તુષ્ટ થાય છે, પણ ચાણક્યના મુખ તરફ નજર કરે છે. ચાણક્ય પ્રશંસા કરતો નથી, તેથી રાજા આજીવિકાને આપતો નથી. ભિક્ષુકોએ ચાણક્યની પત્નીની સેવા કરી. તેના વડે ચાણક્ય પ્રશંસા કરવાનું સ્વીકાર કરાવાયો. ભિક્ષુકોએ રાજાને ધર્મોપદેશ આપ્યો એટલે ચાણક્ય “સારું કહ્યું” એમ બોલ્યો. આથી રાજાએ આજીવિકા અને બીજું આપ્યું. બીજા દિવસે ચાણક્ય રાજાને પૂછયું: તમે ભિક્ષુકોને કેમ આપ્યું? રાજાએ કહ્યું: તમોએ પ્રશંસા કરી માટે આપ્યું. ચાણક્ય કહ્યું. મેં પ્રશંસા કરી નથી. સર્વ આરંભમાં પ્રવૃત્ત થયેલાઓ કેવી રીતે લોકને વિશ્વાસ કરાવે? પછી રાજાએ આપવાનું બંધ કર્યું.
આવા (=પરપાખંડની પ્રશંસા ન કરનારા) કેટલા હોય? અર્થાત્ બહુ જ થોડા હોય.
શ્રાવકનું દષ્ટાંત સૌરાષ્ટ્ર દેશમાં જીવ-અજીવ વગેરે તત્ત્વોનો જાણકાર અને જિનધર્મમાં પરાયણ એવો કોઈ શ્રેષ્ઠ શ્રાવક હતો. દેશમાં દુકાળનો ઉપદ્રવ થતાં તે એકવાર થોડું ભાતું લઈને બૌદ્ધ સાધુઓની સાથે ઉજ્જૈની નગરી તરફ ચાલ્યો. તેથી બૌદ્ધ સાધુઓએ તેને મોક્ષ માટે બુદ્ધે કહેલા ધર્મનો ઉપદેશ આપ્યો. તેણે બૌદ્ધ સાધુઓને આ પ્રમાણે કહ્યું: હે ભિક્ષુકો ! બુદ્ધે કહેલો ધર્મ જૂઠા માણસે કરેલા ધર્મની જેમ મોક્ષ સાધક નથી. કારણ કે તે ધર્મ આપ્તપુરષે કહ્યો નથી. એકાંત ક્ષણિકવાદની દેશના આપવાના કારણે બુદ્ધ આપ્ત નથી. કારણ કે “પદાર્થો એકાંતે ક્ષણિક છે” એ સિદ્ધાંત પ્રત્યક્ષથી બાધિત છે, અર્થાત્ પદાર્થો એકાંતે ક્ષણિક હોય ( ક્ષણે ક્ષણે નાશ પામતા હોય) તેવું આંખોથી જોવામાં આવતું ન હોવાથી પદાર્થો એકાંતે ક્ષણિક છે એવો બુદ્ધનો સિદ્ધાંત પ્રત્યક્ષથી ઘટતો નથી. એકાંત ક્ષણિકત્વમાં પદાર્થોનો બોધ પણ ન ઘટી શકે. (કારણ કે બીજી જ ક્ષણે બોધ કરનાર જીવ બદલાઇ જાય છે. આથી જ બીજી જ ક્ષણે બુદ્ધ પોતે કરેલી આજ્ઞા
૧. આ દષ્ટાંત શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથમાં બહુ જ સંક્ષિપ્ત હોવાથી નવપદ પ્રકરણ
ગ્રંથમાંથી અહીં લીધું છે.