________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૩ વિદ્યા સાધવાનો વિધિ કહ્યો. તે આ પ્રમાણે– કૃષ્ણપક્ષની ચૌદશે રાત્રે સ્મશાનમાં જઈને ચાર દોરડાવાળું શીકું કરીને વૃક્ષ ઉપર બાંધવું. નીચે અંગારાથી ભરેલી ખાઈ કરવી. પછી શીકા ઉપર ચઢીને વિદ્યાનો ૧૦૮ વાર જાપ કરવો. પછી શીકાનું એક દોરડું છેદવું. આ પ્રમાણે વિદ્યાનો જાપ કરીને ક્રમશઃ બધાં દોરડા છેદવાં. પછી આકાશથી જઈ શકાય.
મિત્રે તે વિદ્યા લીધી. કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં વિધિ પ્રમાણે વિદ્યા સાધવા લાગ્યો. પણ વિદ્યા સિદ્ધ થશે કે નહિ એવી શંકાવાળો થયો. આ દરમિયાન એક ચોર ચોરી કરીને તે સ્મશાનમાં આવ્યો. તેની પાછળ પડેલા રાજપુરુષોએ સવારે તેને પકડીશું એમ વિચારીને તે
સ્મશાનને ઘેરીને રહ્યા. ભમતા ચોરે વિદ્યાસાધકને જોયો. તેણે વિદ્યાસાધકને પૂછ્યું: તું આ શું કરે છે ? શ્રાવકે કહ્યું: વિદ્યા સાધું છું. ચોરે પૂછ્યું: વિદ્યા કોણે આપી છે ? તેણે કહ્યું: શ્રાવકે આપી છે. ચોરે કહ્યું: આ ધન લે અને વિદ્યા આપ. તે શ્રાવકમિત્ર આ વિદ્યા અને સિદ્ધ થશે કે નહિ એવી વિચિકિત્સાવાળો હતો. આથી તેણે ચોરને વિદ્યા આપી. ચોરે વિચાર્યું કે શ્રાવક કીડીને પણ પીડા ન આપે, આથી આ વિદ્યા સત્ય છે. પછી તેણે વિદ્યા સાધવા માંડી. વિદ્યા સિદ્ધ થતાં તે આકાશમાં ઉપર ગયો. આ તરફ સ્મશાનને ઘેરીને રહેલા રાજપુરષોએ ચોરીના માલ સાથે શ્રાવકને પકડ્યો. આ જોઈને આકાશમાં રહેલા ચોરે લોકોને ગભરાવ્યા. તેથી તેને મૂકી દીધો. લોકો પણ શ્રાવક બન્યા.
શ્રાવક પુત્રીનું દૃષ્ટાંત વિદ્વત્યુત્સામાં શ્રાવક પુત્રીનું દષ્ટાંત આ પ્રમાણે છે– એક શ્રાવક દેશના છેડે રહેતો હતો. તેની પુત્રીના વિવાહ સમયે કોઈ પણ રીતે સાધુઓ તેના ઘરે વહોરવા આવ્યા. પિતાએ તેને કહ્યું: હે પુત્રિ ! સાધુઓને આહાર-પાણી આપ. અલંકારોથી અલંકૃત તે સાધુઓને વહોરાવતી હતી ત્યારે સાધુઓના શરીરમાં રહેલ મેલની ગંધ તેને આવી. તેણે વિચાર્યું: અહો ! સાધુઓનો ધર્મ નિર્દોષ કહ્યો છે ! જો પ્રાસુક (=અચિત્ત) પાણીથી સાધુઓ સ્નાન કરે તો શો દોષ થાય ? તે શ્રાવકપુત્રી તે સ્થાનનું આલોચન-પ્રતિક્રમણ કર્યા વિના કોલ કરીને રાજગૃહી નગરીમાં ગણિકાના ઉદરમાં આવી. ગર્ભમાં રહેલી જ તે અરતિને ઉત્પન્ન કરવા લાગી. ગર્ભપાતના ઉપાયોથી પણ ગર્ભપાત ન થયો. જન્મી એટલે તેને