________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૬ વગેરેને ભૂલી જાય છે.) આજ્ઞા વગેરેને ભૂલી જનારાઓ ત્રિભુવનમાં કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે?, અર્થાત્ ન થઈ શકે. ઈત્યાદિ યુક્તિઓથી તેમને એવા નિરુત્તર કરી દીધા કે જેથી તેમણે ફરી ક્યારે ય ધર્મસંબંધી વિચારણા ન કરી. એક વાર અર્ધા રસ્તે તેનું ભાતું ખૂટી ગયેલું જોઈને બૌદ્ધસાધુઓએ તેને કહ્યું કે અમારું ભાતું લે. રસ્તામાં તને અમે જ ભોજન આપીશું, એમ તેમણે કહ્યું, અને તેણે વિચાર કર્યા વિના તેમનું વચન માની લીધું. એક દિવસ તે બૌદ્ધ સાધુઓની સાથે ઉજૈનીનગરીમાં આવી પહોંચ્યો. ત્યાં તેને આહારના દોષથી વિસૂચિકા રોગ ( ખોરાકના અજીર્ણથી પેટપીડા વગેરે ઉપદ્રવ) થયો. નમસ્કાર મહામત્રના સ્મરણમાં પરાયણ બનેલો તે વિસૂચિકા રોગથી શીધ્ર મૃત્યુ પામ્યો. બૌદ્ધ સાધુઓએ તેનું શરીર પોતાના કપડાથી ઢાંકી દીધું. દેવોમાં ઉત્પન્ન થયેલા તેણે તત્કાલ વિચાર્યું કે હું દેવોમાં ઉત્પન્ન થયો એ કયા કર્મનું ફળ છે? આ પ્રમાણે વિચારતા તેણે પ્રગટેલા અવધિજ્ઞાનથી બૌદ્ધ સાધુઓના કપડાથી વીંટળાયેલું પોતાનું જ શરીર જોયું. પોતાના શરીરને બૌદ્ધ સાધુઓના વસ્ત્રથી વીંટાયેલું જોઈને તેણે ફરી પણ વિચાર્યું કે, હું દેવભવને પામ્યો એ બૌદ્ધ સાધુઓની સેવાનો પ્રભાવ છે. આ પ્રમાણે વિચારીને તે ગુપ્ત રહીને જ દિવ્યહાથથી બૌદ્ધ સાધુઓને ભક્તિથી આહાર આપવા લાગ્યો. આથી બૌદ્ધોની પ્રભાવના થઇ. જૈનેતરો તે વખતે આમના દર્શનમાં દેવોનું સાંનિધ્ય નથી (=વો મદદ કરતા નથી) એ પ્રમાણે શ્રાવકોનો ઉપહાસ કરવા લાગ્યા. શ્રાવકોએ યુગપ્રધાન આચાર્યને આ વાત જણાવી. તેથી તેમણે જ્ઞાનથી જોઈને કહ્યું કે, આ પૂર્વજન્મમાં જૈન ધર્મનો જાણકાર શ્રાવક હતો. ત્યાંથી દેવ થયો. હમણાં બૌદ્ધ સાધુઓના સંસર્ગરૂપ દોષથી મિથ્યાત્વને પામ્યો છે. તેથી એની પાસે જઈને નમસ્કાર કરીને એને કહો કે, હે યક્ષ ! બોધ પામ, બોધ પામ, મોહને ન પામ. આચાર્યની આજ્ઞાથી શ્રાવકોએ તે પ્રમાણે કર્યું એટલે તે ત્યારથી મોહને છોડીને સમ્યકત્વથી ભાવિત થયો. સંસર્ગ દોષથી પણ આ પ્રમાણે મિથ્યાત્વ થાય છે. માટે સારી બુદ્ધિવાળાઓએ મિથ્યાદર્શનવાળાઓની સાથે સંગ ન કરવો જોઇએ. (૯૩)
अन्ने वि य अइयारा, आइसद्देण सूइया इत्थ । साहमिअणुववूहणमथिरीकरणाइया ते उ ॥ ९४ ॥ [अन्ये ऽपि चातिचारा आदिशब्देन सूचिता अत्र । साधर्मिकानुपबृंहणास्थिरीकरणादयस्ते तु ॥ ९४ ॥]