________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૭ अन्ये ऽपि चातिचारा आदिशब्देन सूचिता अत्र । अत्रेति । सम्यक्त्वाधिकारे सम्मत्तस्सइयारा (८६) इत्यादिद्वारगाथायामादिशब्देनोल्लिङ्गिता इत्यर्थः । समानधार्मिकानुपबृंहणास्थिरीकरणादयस्ते तु । अनुस्वारो ऽलाक्षणिकः ॥ समानधार्मिको हि सम्यग्दृष्टेः साधुः साध्वी श्रावकः श्राविका च । एतेषां कुशलमार्गप्रवृत्तानामुपबृंहणा कर्तव्या । धन्यस्त्वं पुण्यभाक्त्वं कर्तव्यमेतद्यद्भवतारब्धमिति । तद्भाव उपबृंहितव्यः । अनुपबृंहणे ऽतिचारः । एवं सद्धर्मानुष्ठाने विषीदने धर्म एव स्थिरीकर्तव्यः । अकरणे ऽतिचारः । आदिशब्दात्समानधार्मिकवात्सल्यतीर्थप्रभावनापरिग्रहः । समानधार्मिकस्य ह्यापद्गतोद्धरणादिना वात्सल्यं कर्तव्यं । तदकरणे ऽतिचारः । एवं स्वशक्त्या धर्मकथादिभिः प्रवचने प्रभावना कार्या । तदकरणे ऽतिचार इति ॥ ९४ ।।
ગાથાર્થ અહીં આદિ શબ્દથી બીજા પણ અતિચારો સૂચવ્યા છે. તે અતિચારો સાધર્મિકોની અનુપબૃહણા અને અસ્થિરીકરણ આદિ છે.
ટીકાર્થ– અહીં=સમ્યક્ત્વના અધિકારમાં સમત્તરૂરૂયારા (૮૬) ઇત્યાદિ દ્વાર ગાથામાં.
સાધર્મિકોની અનુપબૃહણા- સાધર્મિકોની એટલે સમાન ધાર્મિકોની. સમ્યગ્દષ્ટિના સમાનધાર્મિક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે. શુભમાર્ગમાં પ્રવર્તેલા તેમની ઉપબૃહણા (=પ્રશંસા) કરવી જોઈએ. તમે ધન્ય છો. તમે ભાગ્યવાન છો. તમોએ જે કાર્ય આરંભ્ય છે તે કરવા જેવું છે. આ પ્રમાણે તેના ભાવની ઉપબૃહણા કરવી જોઇએ. ઉપવૃંહણા ન કરવામાં અતિચાર લાગે.
અસ્થિરીકરણ– સધર્મના અનુષ્ઠાનમાં સીદાતા (=પ્રમાદ કરતા) સાધર્મિકને ધર્મમાં જ સ્થિર કરવો જોઈએ. ન કરવામાં અતિચાર લાગે.
આદિ શબ્દથી સમાન ધાર્મિકનું વાત્સલ્ય અને તીર્થપ્રભાવના વગેરેનું ગ્રહણ કરવું. આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવો વગેરે રીતે સમાન ધાર્મિકનું વાત્સલ્ય કરવું જોઇએ. તે ન કરવામાં અતિચાર લાગે. એ પ્રમાણે સ્વશક્તિથી ધર્મકથા આદિથી પ્રવચનની પ્રભાવના કરવી જોઈએ. તે ન કરવામાં અતિચાર લાગે. (૯૪).
૨. પ્રમનિ.