________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૮ ગાથાર્થ– શંકાથી અવશ્ય તત્ત્વાભિનિવેશ અને સુક્રિયા નાશ પામે છે. તત્ત્વાભિનિવેશના અને સુક્રિયાના નાશથી બંધરૂપ દોષ થાય છે. તેથી શંકાનો ત્યાગ કરે.
ટીકાર્થ– તત્ત્વાભિનિવેશ=સમ્યકત્વનો અધ્યવસાય. શંકાથી શ્રદ્ધાનો અભાવ થવાથી સમ્યકત્વનો અધ્યવસાય નાશ પામે છે. આ અનુભવ સિદ્ધ જ છે, અર્થાત્ આ વિષય અનુભવથી જણાયેલું જ છે.
સુક્રિયા=અત્યંત ઉપયોગની પ્રધાનતાવાળી ક્રિયા. શંકાથી શ્રદ્ધાનો અભાવ થવાના કારણે સુક્રિયા નાશ પામે છે. આ પણ અનુભવસિદ્ધ જ છે.
શંકાના કારણે તત્ત્વાભિનિવેશ અને સુરક્રિયા નાશ પામે છે અને એથી કર્મબંધરૂપ દોષ થતો હોવાથી મુમુક્ષુ શંકાનો ત્યાગ કરે. તેથી શંકારહિત બનેલા મુમુક્ષુએ મતિમંદતાના કારણે સંશયનું સ્થાન પણ જિનવચન ( કોઈક વચન શંકા ઉત્પન્ન થાય તેવું હોય તો પણ) સત્ય જ છે એમ સ્વીકારવું જોઈએ. કારણ કે એ વચન સર્વશે કહ્યું છે. જેમ અન્ય પદાર્થો સર્વશે કહેલા હોવાથી સત્ય છે તેમ આ વચન પણ સર્વશે કહેલું હોવાથી સત્ય જ છે. (૯૦).
उक्तः पारलौकिको दोषः । अधुनैहलौकिकमाहइह लोगम्मि वि दिट्ठो, संकाए चेव दारुणो दोसो । अविसयविसयाए खलु, पेयापेया उदाहरणं ॥ ९१ ॥ [इह लोके ऽपि दृष्टः शङ्काया एव दारुणो दोषः । अविषयविषयायाः खलु पेयापेयावुदाहरणम् ॥ ९१ ॥] इह लोकेऽप्यास्तां तावत्परलोक इति दृष्ट उपलब्धः शङ्काया एव सकाशाद् दारुणो दोषः रौद्रोऽपराधः । किमविशेषेणशङ्कायाः । नेत्याहअविषयविषयायाः खलु । खलुशब्दोऽवधारणे । अविषयविषयाया एव । अविषयो नाम यत्र शङ्का न कार्यैव ।।
पेयापेयावुदाहरणं । तच्चेदं- जहा एगंमि नगरे एगस्स सेट्ठिस्स दोन्नि पुत्ता लेहसालाए पढन्ति । सिणेहयाए तेसिं माया मा कोइ मुच्छिही अप्पसागारिए मइमेहाकारिं ओसहपेयं देहि । तत्थ परिभुंजमाणो चेव एगो चिंतेइ Yणं मच्छियाउ एयाउ। तस्स य संकाउ पुणो पुणो वमंतस्स वग्गुलीवाही जाओ मओ य । इहलोगभोगाण अणाभागी जाओ । अवरो न माया अहियं