________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૫ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી થનારા જીવના પરિણામ વિશેષો છે. જીવના આ પરિણામવિશેષો સમ્યકત્વના અતિચારો કહેવાય છે.
અથવા વિચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા. વિદ્વાનો એટલે જેમણે સંસારનો સ્વભાવ જાણ્યો છે અને સર્વસંગનો ત્યાગ કર્યો છે એવા સાધુઓ. તેમની જુગુપ્સા-નિંદા કરવી. તે આ પ્રમાણે- સાધુઓ સ્નાન ન કરતા હોવાથી તેમનું શરીર પરસેવાના પાણીથી ભીનું થયેલું અને મલિન હોય છે, અને એથી દુર્ગધી હોય છે. સાધુ ભગવંતો પ્રાસુક પાણીથી શરીરનું પ્રક્ષાલન કરે તો શો દોષ થાય? અર્થાત્ ન થાય. આ જુગુપ્સા ન કરવી જોઇએ. કારણ કે પરમાર્થથી શરીર જ અશુચિ છે. (૮૭)
परपाषंडपसंसा, सक्काईणमिह वनवाओ उ । तेहिं सह परिचओ जो, स संथवो होइ नायव्वो ॥ ८८ ॥ [परपाषण्डप्रशंसा शाक्यादीनामिह वर्णवादस्तु । तैः सह परिचयो य: स संस्तवो भवति ज्ञातव्यः ॥ ८८ ॥]
परपाषण्डानां सर्वज्ञप्रणीतपाषण्डव्यतिरिक्तानां प्रशंसेति समासः । प्रशंसनं प्रशंसा स्तुतिरित्यर्थः । तथा चाह- शाक्यादीनामिह वर्णवादस्तु । शाक्या रक्तभिक्षव आदिशब्दात्परिव्राजकादिपरिग्रहः । वर्णवादः प्रशंसोच्यते । पुण्यभाज एते सुलब्धमेभिर्मानुजं जन्म दयालव एत इत्यादि ॥ तैः परपाषण्डैरनन्तरोदितैः सह परिचयो यः स संस्तवो भवति ज्ञातव्यः परपाषण्डसंस्तव इत्यर्थः । संस्तव इह संवादजनितः परिचयः संवसनभोजनालापादिलक्षणः परिगृह्यते न स्तवरूपः । तथा च लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचय इति "असंस्तुतेषु प्रसभं भयेषु" इत्यादौ इति ॥ ८८ ॥
ગાથાર્થ શાક્ય આદિનો વર્ણવાદ કરવો તે પરપાખંડ પ્રશંસા છે. તેમની સાથે પરિચય કરવો તે પરપાખંડસંસ્તવ જાણવો.
ટીકાર્થ– શાક્ય આદિની શાક્ય એટલે રક્તવસ્ત્રવાળા ભિક્ષુઓ ( બૌદ્ધ સાધુઓ). આદિ શબ્દથી પરિવ્રાજક વગેરેનું ગ્રહણ કરવું.
વર્ણવાદ=પ્રશંસા. આ પુણ્યશાળી છે, એમનો મનુષ્ય જન્મ સફળ છે, તેઓ દયાળુ છે ઇત્યાદિ પ્રશંસા કરવી.
પરપાખંડપ્રશંસા- સર્વશે સ્થાપેલા સાધુઓ સિવાય બીજા સાધુઓની પ્રશંસા કરવી. પ્રશંસા એટલે સ્તુતિ.