________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૮૩ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બંને પ્રકારના હોય છે. ઉપપાત અવસ્થામાં તો અપર્યાપા જ હોય છે. (૭૧) व्याख्यातं पर्याप्तकद्वारम् । तदनन्तरं शुक्लपाक्षिकद्वारमाहजेसिमवड्डो पुग्गलपरियट्टो सेसओ उ संसारो । ते सुक्कपक्खिआ खलु अहिए पुण किन्हपक्खीया ॥ ७२ ॥ [येषामपार्धःपुद्गलपरावर्त एव शेषः संसारः । ते शुक्लपाक्षिकाः खलु अधिके पुनः कृष्णपाक्षिकाः ॥ ७२ ॥]
येषामपार्ध:पुद्गलपरावर्त एव शेषः संसारस्तत ऊर्ध्वं सेत्स्यन्ति ते शुक्लपाक्षिकाः क्षीणप्रायसंसाराः खलुशब्दो विशेषणार्थः प्राप्तदर्शना वा अप्राप्तदर्शना वा सन्तीति विशेषयति । अधिके पुनरपार्धपुद्गलपरावर्ते संसारे कृष्णपाक्षिकाः क्रूरकर्माण इत्यर्थः । पुद्गलपरावर्तो नाम त्रैलोक्यगतपुद्गलानामौदारिकादिप्रकारेण ग्रहणम् । अपार्धपुद्गलपरावर्तस्तु किंचिन्यूनोડર્ધપુતૂત્રપરાવર્ત કૃતિ || ૭ર |
પર્યાપ્તદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે શુક્લપાક્ષિકદ્ધારને કહે છે
ગાથાર્થ જે જીવોનો સંસાર કંઈક ન્યૂન અર્ધ પુગલ પરાવર્ત જેટલો બાકી છે તે જીવો શુક્લપાક્ષિક છે અને જેમનો સંસાર કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તથી અધિક છે તે જીવો કૃષ્ણપાક્ષિક છે.
ટીકાર્થ– જે જીવોનો સંસાર કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ બાકી છે તે જીવો તેટલા કાળ પછી સિદ્ધ થશે. આ જીવોનો સંસાર લગભગ ક્ષીણ થઈ ગયો છે. ગાથામાં અવ્યય વિશેષ અર્થ જણાવવા માટે છે. વિશેષ અર્થ આ પ્રમાણે છે- શુક્લપાક્ષિક જીવોએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય કે પ્રાપ્ત ન પણ કર્યું હોય.
કૃષ્ણપાક્ષિક જીવો ક્રૂર કાર્યો કરનારા હોય છે. પુલ પરાવર્ત- ત્રણ લોકમાં રહેલા બધા પુદ્ગલોને કોઈ એક જીવ જેટલા કાળમાં ઔદારિક આરિરૂપે ગ્રહણ કરી લે તેટલા કાળને પુગલ પરાવર્ત કહેવામાં આવે છે. (૭૨)
एतद् द्वारोपयोग्येव वक्तव्यताशेषमाहपायमिह कूरकम्मा, भवसिद्धिया वि दाहिणिल्लेसु । नेड्यतिरियमणुया, सुरा य ठाणेसु गच्छंति ॥ ७३ ॥