________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૯૮
તત્ત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ પ્રગટે છે વગેરે પ્રસિદ્ધ જ છે. આથી આનાથી ઊલટું કહે છે—
ગાથાર્થ– વિપરીત શ્રદ્ધામાં મિથ્યાભાવના કારણે કોઇ ગુણો થતા નથી. અભિનિવેશનો અભાવ કદાચિત્ સમ્યક્ત્વનો હેતુ પણ થાય.
ટીકાર્થ— વિપરીત શ્રદ્ધામાં– જેમનું લક્ષણ અહીં જણાવ્યું છે તે જીવાદિ પદાર્થોની બીજી રીતે શ્રદ્ધા કરવામાં (=જીવાદિ પદાર્થો અહીં જેવા સ્વરૂપવાળા કહ્યા છે તેનાથી બીજા સ્વરૂપવાળા માનવામાં).
વિપરીત શ્રદ્ધા ક૨વામાં મિથ્યાભાવ (=મિથ્યાત્વ) થવાથી કોઇ ગુણો થતા નથી. કેમ કે બધા જ પદાર્થોમાં મિથ્યાજ્ઞાન થાય છે. અભિનિવેશનો અભાવ— “આ આ પ્રમાણે જ છે” એવા અધ્યવસાયનો અભાવ.
વિપરીત શ્રદ્ધામાં પણ જો અભિનિવેશનો અભાવ હોય તો કદાચિત્ સમ્યક્ત્વનો હેતુ પણ થાય.
કદાચિત્— કોઇક કાળે અથવા કદાચ. આનો અર્થ એ થયો કે અભિનિવેશનો અભાવ સમ્યક્ત્વનું કારણ અવશ્ય બને એમ નહિ, કિંતુ કદાચ સમ્યક્ત્વનું કારણ બને પણ ખરો. જેમ કે ઇંદ્રનાગ વગેરેને અનભિનિવેશ સમ્યક્ત્વનું કારણ બન્યું.
ઇંદ્રનાગનો પ્રસંગ આ પ્રમાણે છે—
જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વસંતપુર નામનું નગર હતું. ઊંચા દેવમંદિરો, કિલ્લો, અટારી અને દુકાનોની શોભાથી તે જેમણે બહુ દેશો જોયેલા છે તેવા મુસાફરોના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતું હતું. તેમાં સદા થતા ઉત્સવોમાં વાગતા વાજિંત્રોના ગંભી૨ અવાજથી અને મંગલ શબ્દોના અવાજના કારણે લોકોથી લોકોનો (=બીજા માણસોનો) શબ્દ સાંભળી શકાતો ન હતો. તેમાં દૃઢ પ્રતિજ્ઞાવાળા, સુશીલથી પૂર્ણ, 'પહેલાં બોલાવનારા, કુશળ, કૃતજ્ઞ અને ધર્મકાર્યમાં તત્પર એવા લોકો વસતા હતા. પણ નગરના સઘળા ગુણોથી સમૃદ્ધ તે નગરમાં ૧. કોઇ સામે મળે તો તે બોલાવે એ પહેલાં પોતે બોલાવનાર.
૨. અહીં ગુણરૂપ દોષ સમજવો, અર્થાત્ પ્રશસ્ત દોષ સમજવો. ચિંતા દોષ છે, પણ પરલોકની ચિંતા પ્રશસ્ત ચિંતા છે, અથવા પરલોકની એટલે બીજા લોકોની ચિંતા કરનારા હતા એમ સમજવું, બીજાઓનું આત્મહિત કેમ થાય તેવી ચિંતામાં તત્પર દેખાતા હતા.