________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૦૦
રાજગૃહનગર જવાની ઇચ્છાવાળો હોય તે સાર્થની સાથે આવે. માર્ગમાં થાકથી થાકેલાઓની હું કાળજી કરીશ. આ પ્રમાણે સાંભળીને દીન, અનાથ વગેરે ઘણા માણસો સાથે સાથે ચાલ્યા. તેમાં ઇંદ્રનાગ ભિખારી પણ ચાલ્યો. સાર્થ પણ બપોર સુધી ચાલ્યો. પછી સાથે છાયાવાળા અને પાણીવાળા સ્થાનમાં મુકામ કર્યો. ભોજન તૈયાર થઇ જતાં ઇંદ્રનાગ પણ ભિક્ષા માટે સાર્થમાં આવ્યો. ભિક્ષામાં ઘીમિશ્રિત્ત ઉત્તમ ભાત મળ્યા. વૃક્ષ નીચે બેસીને તેણે ભાત ખાધા. પછી સાર્થની સાથે ચાલ્યો. અજીર્ણ દોષથી બીજા દિવસે તેને તેવી ભૂખ ન લાગી. તેથી તે ભિક્ષા માટે સાર્થમાં ન ગયો. શેઠે તેને ઝાડની નીચે ધ્યાનમાં રહેલા મુનિની જેમ બેઠેલો જોયો. આથી શેઠે પોતાના મનમાં વિચાર્યું કે આજે એણે ઉપવાસ કર્યો છે. અવ્યક્ત લિંગવાળા તેને ત્રીજા દિવસે સાર્થમાં આવેલો જોઇને સાર્થપતિએ તેને સ્નિગ્ધ અને ઉત્તમ આહાર અપાવ્યો. અજીર્ણથી બે દિવસ સુધી તેની ભૂખ મરી ગઇ. શેઠે પણ જાણ્યું કે આ છઠ્ઠુ કરીને પારણું ક૨શે. ચોથા દિવસે ભિક્ષા માટે સાર્થમાં ગયો. શેઠે પૂછ્યું: બે દિવસ ભિક્ષા માટે કેમ ન આવ્યા ? તે મૌન રહ્યો. શેઠે જાણ્યું કે આ છટ્ઠ તપ કરે છે. કારણ કે કહ્યું છે કે— “ઉત્તમ પુરુષોનો ધર્મ ગુપ્ત હોય છે, પુરુષાર્થ પ્રગટ હોય છે, પરસ્ત્રીનો ત્યાગ હોય છે, અને જન્મ કલંકથી રહિત હોય છે.” આ પ્રમાણે તપગુણથી અનુરાગી થયેલો તે તેને પારણાના દિવસે અત્યંત સ્નિગ્ધ વગેરે ગુણોવાળો આહાર હર્ષથી આપે છે.
તેની મદદથી અધિક અધિકતર ઉપવાસ કરવાથી ઇંદ્રનાગ મુનિ ક્રમે કરીને એક માસનો ઉપવાસી થયો. સિદ્ધાર્થે તેને કહ્યુંઃ તું રાજગૃહનગર ન પહોંચે ત્યાં સુધી પારણા માટે તારે બીજા સ્થળે ન જવું. કારણ કે ઔષધ, ભૈષજ, ખાદ્ય, પેય વગેરે જે કંઇ તારે યોગ્ય છે તે અમારા પણ સ્થાનમાં અવશ્ય થશે. લોકો પણ તેને નમ્યા અને તેના પ્રત્યે ગુણરાગથી અત્યંત અનુરાગી થયા. આથી તેને જ ગુણી તરીકે જુએ છે, બીજાનું નામ પણ લેતા નથી. બીજાઓ આ ‘એકપિડિક' છે એમ તેને કહેતા હતા. તેણે મેળવેલું આ વિશેષણ અર્થવાળું છે. કારણ કે તે બીજાઓએ નિમંત્રણ કર્યું હોવા છતાં (શેઠ સિવાય) બીજાનું ભોજન લેતો ન હતો. (એક જ ઘરનો ૧. સાધુનો વેશ ન હોવાથી અવ્યક્ત લિંગ (વેશ)વાળો છે.
૨. એક જ વસ્તુ હોય તેવી દવાને ઔષધ કહેવાય અને જેમાં ઘણી વસ્તુઓ હોય તેવી દવાને ભૈષજ કહેવાય. ખાઘ=ચાવીને ખાવા લાયક. પેય=પીવા લાયક.