________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૮૪ [प्राय इह क्रूरकर्माणः भवसिद्धिका अपि दक्षिणेषु । નારફતિર્યનુષ્યા: સુરીશ થાનેષ છત્ત ૭૩ ] प्राय इह क्रूरकर्माणः बाहुल्येनैतदेवमिति दर्शनार्थं प्रायोग्रहणं, भवसिद्धिका अप्येकभवमोक्षयायिनोऽपि दक्षिणेषु नारकतिर्यङ्मनुष्याः सुराश्च स्थानेषु गच्छन्ति । अत एवोक्तं- "दाहिणदिशिगामिए किलपक्खिए नेरइए" इत्यादि । एतदुक्तं भवति- नरकभवनद्वीपसमुद्रविमानेषु दक्षिणदिग्भागव्यवस्थितेषु कृष्णपाक्षिका नारकादय उत्पद्यन्त इति । आहभारतादितीर्थकरादिभिर्व्यभिचारः, न, तेषां प्रायोग्रहणेन व्युदासादिति ॥ ७३ ॥
આ દ્વારને ઉપયોગી જ બાકી રહેલી વક્તવ્યતાને કહે છે– ગાથાર્થ– અહીં ભવસિદ્ધિક પણ ક્રૂર કાર્ય કરનારા નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો પ્રાયઃ દક્ષિણ સ્થાનોમાં જાય છે. ટીકાર્થ– ભવસિદ્ધિકએક ભવથી મોક્ષમાં જનારા.
અહીં “પ્રાયઃ અવ્યયનું ગ્રહણ મોટાભાગે આવું બને છે એ જણાવવા માટે છે. ભવસિદ્ધિક પણ ક્રૂર કાર્ય કરનારા નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો પ્રાય: દક્ષિણ સ્થાનોમાં જાય છે. એ વિષે કહ્યું છે કે“કૃષ્ણપાક્ષિક નરકો દક્ષિણ દિશામાં જાય છે.” અહીં આ કહેવાનું થાય છે કે- કૃષ્ણપાક્ષિક નારકો વગેરે દક્ષિણ દિશામાં રહેલા નરક-ભવનદ્વીપ-સમુદ્ર-વિમાનોમાં ઉત્પન્ન થાય છે.
પૂર્વપક્ષ- ભરતક્ષેત્ર વગેરેના તીર્થંકરો વગેરે દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે. તેઓ ક્રૂર કાર્ય કરનારા હોતા નથી. આથી ઉક્ત નિયમનો ભંગ થાય છે.
ઉત્તરપક્ષ- ઉક્ત નિયમનો ભંગ થતો નથી. કારણ કે ગાથામાં “પ્રાય: અવ્યયના ગ્રહણથી ભરતક્ષેત્ર વગેરેના તીર્થકરો વગેરેનું નિવારણ કર્યું છે. (૩).
शुक्लपाक्षिकद्वारानन्तरं सोपक्रमायुरमाहदेवा नेड्या वा, असंखवासाउआ य तिरिमणुया । उत्तमपुरिसा य तहा, चरमसरीरा य निरुवकमा ॥ ७४ ॥ [देवा नारकाश्च असंख्येयवर्षायुषश्च तिर्यङ्मनुष्याः । उत्तमपुरुषाश्च तथा चरमशरीराश्च निरुपक्रमाः ॥ ७४ ॥]