________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૯૨ स्पर्शरसगन्धवर्णशब्दा मूर्तस्वभावकाः । संघातभेदनिष्पन्नाः, पुद्गला जिनदेशिताः ॥ ४ ॥ રૂતિ | તું વિસ્તરે છે ૭૮ |
ગાથાર્થ– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને ચાર પ્રકારના પુગલો આ અજીવો જ છે, તથા ગતિ, સ્થિતિ, અવગાહ અને સ્પર્શાદિથી જાણી શકાય છે.
ટીકાર્થ– ધર્માસ્તિકાય ગતિથી, અધર્માસ્તિકાય સ્થિતિથી, આકાશ અવગાહથી અને પુદ્ગલો સ્પર્શાદિથી જાણી શકાય છે.
પ્રશ્ન- ધર્મ આદિ ત્રણ શબ્દોની સાથે પુદ્ગલ શબ્દનો સમાસ કેમ ન કર્યો ?
ઉત્તર-ધર્મ આદિ ત્રણે ય અમૂર્ત છે, અને પુગલો મૂર્ત છે. એથી ધર્માદિ ત્રણ પુદ્ગલોથી ભિન્ન જાતિવાળા છે એ જણાવવા માટે સમાસ નથી કર્યો.
મૂળ ગાથામાં ધર્મ આદિના ગ્રહણથી “પદના એક દેશમાં પણ પદનો પ્રયોગ જોવામાં આવતો હોવાથી” ધર્માસ્તિકાય આદિ ગ્રહણ કરાય છે. ધર્માસ્તિકાય આદિનું સ્વરૂપ આ પ્રમાણે છે- જેવી રીતે આંખવાળાને અંધારામાં દીપક જ્ઞાનમાં સહાયક બને છે તેમ, ગતિમાં પ્રવૃત્ત થયેલા જીવ અને પુદગલોને ગતિ કરવામાં ધર્માસ્તિકાય ઉપખંભનું મદદનું કારણ છે, અર્થાત્ સહાયક બને છે. (૧) જેવી રીતે સ્થિર રહેવાની ઈચ્છાવાળા પુરુષને સમ પૃથ્વી સ્થિર રહેવામાં સહાયક બને છે, તેમ અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોને સ્થિતિ કરવામાં સ્થિર રહેવામાં ઉપખંભનું=મદદનું કારણ છે, અર્થાત્ સહાયક બને છે. (૨) જેવી રીતે બાદર પાણીને ઘડો અવગાહ=જગ્યા આપે છે તેવી રીતે જીવો, પુગલો, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચારેને આકાશ અવકાશ=જગ્યા આપે છે. (૩) જિનોએ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ શબ્દોને મૂર્ત સ્વરૂપવાળા કહ્યાં છે. પુંગલોને સંઘાત અને ભેદથી ઉત્પન્ન થનારા કહ્યા છે. (૪) વિસ્તારથી સર્યું. (૭૮).
उक्ता अजीवाः सांप्रतमास्रवद्वारमाहकायवयमणोकिरियाजोगो सो आसवो सुहो सो अ । पुन्नस्स मुणेयव्वो, विवरीओ होइ पावस्स ॥ ७९ ॥