________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૫ ટીકાર્થ– સંવર– નિશ્ચયનયની અપેક્ષાએ સંપૂર્ણપણે આમ્રવનો નિરોધ કરવો તે સંવર છે. સંપૂર્ણપણે આસ્રવના નિરોધને સર્વસંવર કહેવામાં આવે છે. દેશથી થતો સંવર વ્યવહાર સંવર છે. સમિતિ-ગુપ્તિ આદિથી સંવર થાય છે. કહ્યું છે કે- “સમિતિ, ગુપ્તિ, ધર્મ (દશ પ્રકારનો યતિધર્મ), ભાવના (=અનિત્યાદિ ૧૨ ભાવના), પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે.” કર્મોનું ગ્રહણ ન કરવું એ સંવરનો ભાવાર્થ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- ધર્મ (સમિતિ, ગુપ્તિ, ધર્મ, ભાવના) વગેરેનો જેટલો અંશ કમનું ગ્રહણ ન કરવામાં હેતુ બને તેટલો જ અંશ અહીં (=સંવરમાં) ગ્રહણ કરાય છે. કારણ કે બાકીના અંશનો તપમાં જ અંતર્ભાવ થાય છે, અને તપ પૂર્વે ગ્રહણ કરેલા કર્મના ક્ષયનું કારણ છે. અહીં ઘણું કહેવા જેવું છે. પણ તે કહેવામાં આવતું નથી. કારણ કે પ્રસ્તુત આરંભ સંક્ષેપથી કહેવા માટે જ છે. (૮૧)
उक्तः संवरः । सांप्रतं निर्जरोच्यतेतवसा उ निज्जरा इह, निज्जरणं खवणनासमेगा । कम्माभावापायणमिह निज्जरमो जिना बिंति ॥ ८२ ॥ [तपसा तु निर्जरा इह निर्जरणं क्षपणं नाश एकार्थाः । कर्माभावापादनमिह निर्जरा जिना ब्रुवते ॥ ८२ ॥]
तपसा तु निर्जरा इह । अनशनादिभेदभिन्नं तपः । तेन प्रागपात्तस्य कर्मणो निर्जरा भवति । निर्जराशब्दार्थमेवाह-निर्जरणं क्षपणं नाश इत्येकार्थाः पर्यायशब्दा इति । नानादेशजविनेयगणप्रतिपत्त्यर्थं अज्ञातज्ञापनार्थं चैतेषामुपादानमदुष्टमेव । अस्या एव भावार्थमाह- कर्माभावापादानमिह निर्जरा जिना ब्रुवते प्रकटार्थमेतदिति ॥ ८२ ॥ સંવર કહ્યો. હવે નિર્જરા કહેવાય છેગાથાર્થ અહીં તપથી નિર્જરા થાય. નિર્જરણ, ક્ષપણ, નાશ એ શબ્દો એક અર્થવાળા છે. અહીં કર્મોનો અભાવ કરવો એને જિનો નિર્જરા કહે છે.
ટીકાર્થ– નિર્જરા પૂર્વે ગ્રહણ કરેલા કર્મની અનશન આદિ ભેદવાળા તપથી નિર્જરા થાય. નિર્જરા શબ્દના અર્થને કહે છે- નિર્જરણ, ક્ષપણ, નાશ એ શબ્દો એક અર્થવાળા છે, અર્થાત્ નિર્જરા શબ્દના પર્યાયવાચી શબ્દો છે. જુદા-જુદા દેશના શિષ્યગણના બોધ માટે અને નહિ જાણનારને જણાવવા માટે આ પર્યાયવાચી શબ્દોનું ગ્રહણ દોષરહિત જ છે.