________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૯૦ અનેક સિદ્ધ– એક સમયમાં બેથી આરંભી ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ છે. કહ્યું છે કે- “નિરંતર આઠ સમય સુધી ૧ થી ૩૨ સુધી જીવો સિદ્ધ થાય.” અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- પહેલા સમયે જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ૩૨ જીવો સિદ્ધ થાય. બીજા સમયે પણ જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ૩૨ જીવો સિદ્ધ થાય. એ પ્રમાણે યાવ૬ આઠમા સમયે પણ જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ૩૨ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડેઃએક પણ જીવ સિદ્ધ ન થાય.
નિરંતર સાત સમય સુધી ૩૩ થી ૪૮ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. નિરંતર છ સમય સુધી ૪૯ થી ૬૦ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. નિરંતર પાંચ સમય સુધી ૬૧ થી ૭૨ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. નિરંતર ચાર સમય સુધી ૭૩ થી ૮૪ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. નિરંતર ત્રણ સમય સુધી ૮૫ થી ૯૬ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. નિરંતર બે સમય સુધી ૯૭ થી ૧૦૨ જીવો સિદ્ધ થાય. પછી અવશ્ય આંતરું પડે. એક સમયમાં ૧૦૩થી ૧૦૮ જીવો સિદ્ધ થાય.”
આમ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટથી ૧૦૮ જાણવા. અહીં કોઠો આ પ્રમાણે છેસતત કેટલા સમય સુધી | કેટલા જીવો મોક્ષે જાય ૮ સમય
૧ થી ૩૨ ૭ સમય
૩૩ થી ૪૮ ૬ સમય
૪૯ થી ૬૦ ૫ સમય
૬૧ થી ૭૨ ૪ સમય
૭૩ થી ૮૪ ૩ સમય
૮૫ થી ૯૬ ૨ સમય
૯૭ થી ૧૦૨ ૧ સમય
૧૦૩ થી ૧૦૮ સમયભિન્ન સિદ્ધો— (સમયભિન્ન સિદ્ધોના અનંતર સમય સિદ્ધ અને *
૧. પન્નવણાસૂત્ર પહેલું પ્રજ્ઞાપનાપદ સૂત્ર ૭ વગેરે.