________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૮૨
આહારકારનું વ્યાખ્યાન કર્યું. હવે પર્યાપ્ત દ્વારને કહે છે— ગાથાર્થ– નારકો, દેવો અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ-મનુષ્યો ઉપપાતમાં જ અપર્યાપ્તા જાણવા.
ટીકાર્થ— સંમૂર્છિમનો વ્યવચ્છેદ કરવા ‘ગર્ભજ’ વિશેષણ છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓનો વ્યવચ્છેદ કરવા ‘અસંખ્ય વર્ષના આયુષ્યવાળા' એવું વિશેષણ છે. નારકો વગેરે ઉપપાતમાં જ=ઉત્પન્ન થઇ રહ્યા હોય તે અવસ્થામાં જ આહાર-શરીર-ઇંદ્રિય-પ્રાણાપાન-ભાષા-મનઃ પર્યાપ્તિઓથી રહિત જાણવા, પછી નહિ. આ જીવો ઉત્પન્ન થઇ રહ્યા હોય તે અવસ્થામાં લબ્ધિથી પર્યાપ્ત હોવા છતાં કરણ અપર્યાપ્ત હોય છે. ઉત્પન્ન થઇ ગયા પછી કરણથી અને લબ્ધિથી એમ ઉભયથી પર્યાપ્ત છે. (૭૦)
सेसा उ तिरियमणुया, लद्धिं पप्पोववायकाले य ।
उभओ व अ भइअव्वा, पज्जत्तियरेत्ति जिणवणं ॥ ७१ ॥ [शेषास्तु तिर्यङ्मनुष्या लब्धि प्राप्योपपातकाले च । उभयतोऽपि भाज्या: पर्याप्तेतरे इति जिनवचनम् ॥ ७१ ॥ ]
I
शेषास्तु तिर्यङ्मनुष्याः संमूर्छनजाः सङ्ख्येयवर्षायुषश्च गर्भजाः । किं लब्धि प्राप्य पर्याप्तकलब्धिमधिकृत्य उपपातकाले चोत्पद्यमानावस्थायां च । किम् ? । उभयतोऽपि भाज्या विकल्पनीयाः पर्याप्तका इतरे वापर्याप्तकाः । एतदुक्तं भवति- लब्धितोऽपि पर्याप्ता अपर्याप्तका अपि भवन्ति । उपपातावस्थायां त्वपर्याप्तका एव । इति जिनवचनम् इत्येष आगम इति ॥ ७१ ॥
ગાથાર્થ– બાકીના તિર્યંચ-મનુષ્યો લબ્ધિને આશ્રયીને અને ઉપપાત કાલને આશ્રયીને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બંને પ્રકારે વિકલ્પ કરવા યોગ્ય છે, એમ જિનવચન છે.
ટીકાર્થ– બાકીના=સંમૂર્છિમ તિર્યંચ-મનુષ્યો તથા ગર્ભજ અને સંધ્યેય વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યો.
લબ્ધિને આશ્રયીને=પર્યાપ્તક લબ્ધિને આશ્રયીને.
ઉપપાતકાલને આશ્રયીને=ઉત્પન્ન થઇ રહ્યા હોય તે અવસ્થાને આશ્રયીને.
વિકલ્પ કરવા યોગ્ય છે એ કથનનો ભાવ આ પ્રમાણે છે– લબ્ધિથી