________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૮૫ देवा नारकाश्चैते सामान्येनैव । असङ्ख्येयवर्षायुषश्च तिर्यङ्मनुष्या एतेन सङ्ख्येयवर्षायुषां व्यवच्छेदः । उत्तमपुरुषाश्चक्रवर्त्यादयो गृह्यन्ते । चरमशरीराश्चाविशेषेणैव तीर्थकरादयः । निरुपक्रमा इत्येते निरुपक्रमायुष एव अकालमरणरहिता इति ॥ ७४ ॥ શુક્લપાક્ષિકદ્વાર પછી “સોપક્રમ આયુષ્યવાળા દ્વારને કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ– કોઈપણ દેવો, કોઈપણ નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચો અને મનુષ્યો, ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો અને તીર્થકર વગેરે કોઈપણ ચરમ શરીરી મનુષ્યો નિરુપક્રમ આયુષ્યવાળા જ હોય છે=અકાલમરણથી રહિત હોય છે. (૭૪)
सेसा संसारथा, भइया सोवक्कमा व इयरे वा । सोवक्कमनिरुवक्कमभेओ भणिओ समासेणं ॥ ७५ ॥ [शेषाः संसारस्था भाज्या: सोपक्रमा वा इतरे वा । सोपक्रमानिरुपक्रमभेदो भणितः समासेन ॥ ७५ ॥]
शेषाः संसारस्था अनन्तरोदितव्यतिरिक्ताः सङ्ख्येयवर्षायुष अनुत्तमपुरुषा अचरमशरीराश्च । एते भाज्या विकल्पनीयाः । कथं सोपक्रमा वा इतरे वा कदाचित्सोपक्रमाः कदाचिनिरुपक्रमा उभयमप्येतेषु संभवतीति सोपक्रमनिरुपक्रमभेदो भणितः समासेन संक्षेपेण । न तु कर्मभूमजादिવિમા વિસ્તરેતિ || ૭૧ |
ગાથાર્થ– શેષ સંસારમાં રહેલા જીવો સોપક્રમાયુષ્યવાળા હોય અને નિરુપક્રમ આયુષ્યવાળા પણ હોય એમ વિકલ્પ કરવા યોગ્ય છે. સોપક્રમનિરુપક્રમનો ભેદ સંક્ષેપથી કહ્યો.
ટીકાર્થ– શેષ=હમણાં કહ્યા તે સિવાયના સંખ્યાતવર્ષના આયુષ્યવાળા, ઉત્તમ પુરુષ ન હોય તેવા અને ચરમ શરીરી ન હોય તેવા.
શેષ સંસારમાં રહેલા જીવો ક્યારેક સોપક્રમ આયુષ્યવાળા હોય તો ક્યારેક નિરુપક્રમ આયુષ્યવાળા હોય એમ બંને પ્રકારના સંભવે છે.
સોપક્રમ-નિરુપક્રમનો ભેદ સંક્ષેપથી કહ્યો છે, કર્મભૂમિજ આદિ વિભાગ દ્વારા વિસ્તારથી નથી કહ્યો. (૭૫).