________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૮૧
ગાથાર્થ– અનાહારક જીવો ક્રમશઃ એક વગેરે ત્રણ સમય, ત્રણ જ સમય, અંતર્મુહૂર્ત અને સાદિ-અનંત કાળ સુધી અનાહારક હોય છે. ટીકાર્થ– વિગ્રહગતિને પામેલા જીવો એક, બે કે ત્રણ સમય સુધી અનાહારક હોય છે. કહ્યું છે કે “એક ભવથી બીજા ભવમાં જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે.” વિગ્રહ ગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચતા બેથી વધારે જેટલા સમય લાગે તેટલા સમય જીવ અનાહારક હોય છે. જો અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તો એક સમય, ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય. સૂત્રમાં મૂકેલા વા શબ્દથી ત્રણ સમય અનાહારક હોય એમ સમજવું. અપાંતરાલ ગતિમાં પાંચ સમય થાય તો ત્રણ સમય અનાહારક હોય.
સમુદ્દાતમાં કેવળી ત્રણ જ સમય સુધી અનાહા૨ક હોય. કહ્યું છે કે“કેવળી ભગવંત સમુદ્દાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કાર્મણ કાયયોગવાળા હોય છે, અને તે ત્રણે ય સમયમાં નિયમા અનાહારક હોય છે.”
અયોગી કેવળી ભગવંતો અંતર્મુહૂર્ત સુધી અનાહારક હોય. કારણ કે અંતર્મુહૂર્ત પછી મોક્ષપ્રાપ્તિ થવાથી અયોગી કેવલીપણાનો અભાવ થાય છે.
સિદ્ધો વ્યક્તિની અપેક્ષાએ સાદિ (=આદિ સહિત) હોવાથી અને અનંતકાળ સુધી રહેતા હોવાથી સાદિ-અનંતકાળ સુધી અનાહારક હોય છે. (૬૯)
व्याख्यातमाहारकद्वारं सांप्रतं पर्याप्तकद्वारमाह
नारयदेवा तिरिमणुय गब्भया जे असंखवासाऊ । एए य अपज्जत्ता, उववाए चेव बोद्धव्वा ॥ ७० ॥ [नारकदेवाः तिर्यङ्मनुष्या गर्भजा येऽसंख्येयवर्षायुषः । एते चापर्याप्ता उपपात एव बोद्धव्याः ॥ ७० ॥]
नारकाश्च देवाश्च नारकदेवास्तथा तिर्यङ्मनुष्याः तिर्यञ्चश्च मनुष्याश्चेति विग्रहः गर्भजा गर्भव्युत्क्रान्तिकाः, संमूच्छिमव्यवच्छेदार्थमेतत् । ते च सङ्ख्येयवर्षायुषोऽपि भवन्ति तद्व्यवच्छेदार्थमाह- येऽसङ्ख्येयवर्षायुष इति । एते चापर्याप्ता आहारशरीरेन्द्रियप्राणापानभाषामन: पर्याप्तिभी रहिता उपपात एव उत्पद्यमानावस्थायामेव बोद्धव्या विज्ञेया न तूत्तरकालं पर्याप्ता લબ્ધિતોઽપીતિ || ૭૦ ||