________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૮ एव सिद्धिगमनयोग्याः खलुशब्दस्यावधारणार्थत्वात् तुशब्दोऽप्येवकारार्थः योग्या एव । न तु सर्वे सिद्धिगामिन एव । यथोक्तं- "भव्वा वि न सिज्जिस्सन्ति केई" इत्यादि । भव्यत्वे निबन्धनमाह- ते पुनरनादिपरिणामभावतो भवन्ति ज्ञातव्याः । अनादिपारिणामिकभव्यभावयोगाद्भव्या इति ॥ ६६ ॥ તેમાં પહેલા હારને કહે છે
ગાથાર્થ– જિનેશ્વરોએ જે જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે તેમને જ ભવ્ય કહ્યા છે. તે ભવ્ય જીવો અનાદિ પરિણામભાવથી ભવ્ય જાણવા.
ટીકાર્થ– લોકમાં જે જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે તે જ જીવો ભવ્ય છે. આનાથી ગ્રંથકારે એ કહ્યું કે મોક્ષમાં જવાને યોગ્ય એવા ભવ્યો જ મોક્ષમાં જાય છે, પણ ભવ્યો મોક્ષમાં જાય જ એવો નિયમ નથી. એથી ભવ્ય જીવો બધા મોલમાં જાય જ એવો નિયમ નથી. કહ્યું છે કે- “અનંતા 'ભવ્યો પણ મોક્ષમાં નહિ જાય.” ઈત્યાદિ.
ભવ્ય જીવોનું ભવ્યત્વ શાના કારણે છે તે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે– અનાદિથી રહેલ પરિણામભાવથી જીવોને ભવ્ય જાણવા, અર્થાત્ અનાદિથી રહેલ પારિણામિક ભવ્ય ભાવથી જીવો ભવ્ય છે.
ભાવાર્થ- પરિણામથી થતા ભાવો પારિણામિક કહેવાય છે. પરિણામ એટલે જીવનું પોતાનું જ સ્વરૂ૫. ભવ્યત્વ જીવનું પોતાનું સ્વરૂપ છે, કોઈ કારણથી થયું નથી, જીવ અનાદિથી છે માટે ભવ્યત્વરૂપ પારિણામિક ભાવ પણ અનાદિથી છે. જેનામાં ભવ્ય સ્વરૂપ પારિણામિક ભાવ હોય તે જીવ ભવ્ય કહેવાય. (૬૬) विवरीया उ अभव्वा, न कयाइ भवन्नवस्स ते पारं । गच्छिसु जंति व तहा, तत्तु च्चिय भावओ नवरं ॥ ६७ ॥ [विपरीतास्त्वभव्या न कदाचिद्भवार्णवस्य ते पारं ।
તવક્તો યાન્તિ વા તથા તત પર્વ ભાવાત્ નવરમ્ ૬૭ ll] विपरीतास्त्वभव्याः । तदेव विपरीतत्वमाह- न कदाचिद्भवार्णवस्य संसारसमुद्रस्य ते पारं पर्यन्तं गतवन्तो यान्ति वा । वाशब्दस्य विकल्पार्थत्वात् यास्यन्ति वा । तथेति कुतो निमित्तादित्याह- तत एव १. भव्वा वि ते अणंता, जे मुत्तिसुहं न पावंति । (બૃહત્કલ્પ ભાગ-૨, ગા. ૧૧૩૭ અંતર્ગત પૃ.૩૫૪)