________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૭૫
સાર– અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમવાળા જીવને છટ્ઠા-સાતમા ગુણસ્થાનવાળાને ઉપશમ વગેરે જેટલા તીવ્ર હોય છે તેટલા તીવ્ર ભલે ન હોય, પણ અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવની અપેક્ષાએ તો ઉપશમ વગેરે હોય જ છે. અનંતાનુબંધી કષાયના ઉદયવાળા જીવમાં આસ્તિક્ય ગુણ હોતો જ નથી. આસ્તિક્ય ગુણ ન હોવાથી ઉપશમાદિ ગુણો પણ યથાર્થ ફળ આપનારા બનતા નથી.
આથી અહીં “તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ઘા કરવી તે સમ્યક્ત્વ છે” એમ કહ્યું છે. (૬૨)
સાત તત્ત્વ અધિકાર (ગા. ૬૩-૮૩) के एते तत्त्वार्था इत्येतदभिधित्सयाहजीवाजीवासवबंधसंवरा निज्जरा य मुक्खो य । तत्तत्था इत्थं पुण, दुविहा जीवा समक्खाया ॥ ६३ ॥ [जीवाजीवास्रवबन्धसंवरा निर्जरा च मोक्षश्च ।
તત્ત્વાર્થા અત્ર પુન: દ્વિવિધા નીવા: સમાવ્યાતા: || ૬૩ ||] जीवाजीवास्त्रवबन्धसंवरा निर्जरा च मोक्षश्च तत्त्वार्था इति । एषां स्वरूपं वक्ष्यत्येव । असमासकरणं गाथाभङ्गभयार्थं निर्जरामोक्षयोः फलत्वेन प्राधान्यख्यापनार्थं चेति । अत्र पुनस्तत्त्वार्थचिन्तायां द्विविधा जीवाः સમાવ્યાતાપ્તીર્થજરાધિિત ॥ ૬૨ ॥
આ તત્ત્વરૂપ જીવાદિ પદાર્થો કયા છે તે કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ— જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ (સાત) તત્ત્વરૂપ પદાર્થો છે. અહીં જીવો બે પ્રકારના કહ્યાં છે. ટીકાર્થ— આ પદાર્થોનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં હવે પછી કહેશે જ. પ્રશ્ન- અહીં નિર્જરા અને મોક્ષ એ બેનો જીવ આદિની સાથે સમાસ ન કરતાં અલગ ઉલ્લેખ કેમ કર્યો ?
ઉત્તર– ગાથાનો ભંગ થવાના ભયથી આમ કર્યું છે તથા નિર્જરા અને મોક્ષની પ્રધાનતા જણાવવા માટે આમ કર્યું છે. તત્ત્વોની શ્રદ્ધાનું મુખ્ય ફળ નિર્જરા અને મોક્ષ છે. માટે નિર્જરાની અને મોક્ષની પ્રધાનતા છે.