________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૩ ગાથાર્થ– અહીં નિશ્ચયથી જે મૌન છે તે સમ્યકત્વ છે. જે સમ્યકત્વ છે તે મૌન છે. ઇતરના=વ્યવહારનયના મતે સમ્યક્ત્વનો હેતુ પણ સમ્યકત્વ છે. - ટીકાર્થ=નિશ્ચયથી–જે મૌન છે તે સમ્યક્ત્વ છે. જે સમ્યકત્વ છે તે મૌન છે એ નિયમ નિશ્ચયનયના મતથી જ છે. (વ્યવહાર નયના મતથી નથી.)
મૌન– જગતની ત્રિકાળાવસ્થાને જાણે તે મુનિ. મુનિકતપસ્વી. મુનિનો ભાવ તે મૌન, અર્થાત્ મુનિનું સંપૂર્ણ આચરણ.
આ વિષે આચારાંગમાં (અ.૫, ઉ.૩, સૂ.૧૫૫) કહ્યું છે કે– “જે મૌન છે તેને તમે સમ્યકત્વ જુઓ. જે સમ્યકત્વ છે તેને મૌન જુઓ.”
અહીં ભાવ આ પ્રમાણે છે– સમ્યક શબ્દથી સમ્યજ્ઞાન અને સમ્યકત્વ એ બંનેનું ગ્રહણ થાય. કારણ કે બંને સાથે રહેનારા છે. મૌન એટલે સંયમાનુષ્ઠાન. નિશ્ચયનયનું કહેવું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. એટલે જ્ઞાનની સાથે વિરતિ હોય તો જ સમ્યજ્ઞાન કહેવાય. જે કારણ પોતાનું કાર્ય ન કરે તેને કારણ ન કહેવાય. એથી જો સમ્યજ્ઞાનની સાથે વિરતિ ન હોય તો સમ્યજ્ઞાન પણ નથી. એથી નિશ્ચયની દષ્ટિએ સમ્યજ્ઞાન અને સંયમાનુષ્ઠાન એ બંને સાથે રહેનારા થયા અને સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યકત્વ હોય જ. માટે સમ્યક્ત્વ એ જ મૌન (=સંયમાનુષ્ઠાન) અને મૌન
એ જ સમ્યક્ત્વ. આમ નિશ્ચયનયની દૃષ્ટિએ મુનિમાં જ સમ્યક્ત્વ હોય. - “જે જીવ આગમમાં વિહિત અનુષ્ઠાનોને આગમમાં કહ્યું છે તે પ્રમાણે કરતો નથી તેનાથી બીજો કયો જીવ મિથ્યાદષ્ટિ હોઈ શકે ? અર્થાત્ વિહિત અનુષ્ઠાનોને આગમ મુજબ નહિ કરનાર જ મિથ્યાદષ્ટિ છે. કારણ કે બીજાઓના મનમાં સદનુષ્ઠાન સંબંધી શંકા ઉત્પન્ન કરતો તે પોતાના (અને પરના) મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે.”
ઈત્યાદિ વચન પ્રમાણભૂત હોવાથી નિશ્ચયનય સંયમાનુષ્ઠાન હોય ત્યારે જ સમ્યક્ત્વને સ્વીકારે છે. પણ વ્યવહારનય કહે છે કે જે સમ્યકત્વનો હેતુ હોય તેને પણ કારણમાં કાર્યના ઉપચારથી સમ્યકત્વ
૧. ભાવાર્થ- સાધુને અનુચિત આચરણ કરતો જોઇને બીજાને શંકા થાય કે જિન
પ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યાં જણાતા નથી. જો જિન પ્રવચનમાં સદનુષ્ઠાનો કહ્યાં હોય તો આ અનુચિત આચરણ કેમ કરે ? આમ બીજાઓના મનમાં શંકા ઉત્પન્ન કરીને તે તેમનું મિથ્યાત્વ વધારે છે, અને તેમાં પોતે નિમિત્ત બનવાથી પોતાનું પણ મિથ્યાત્વ વધારે છે. (પંચવસ્તુક ગાથા ૧૬૬૬).