________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૮
[ प्रकृत्या वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धयेऽपि न कुप्यति उपशमतः सर्वकालमपि ॥ ५५ ॥ ]
प्रकृत्या वा सम्यक्त्वाणुवेदकजीवस्वभावेन वा कर्मणां कषायनिबन्धनानां विज्ञाय वा विपाकमशुभमिति । तथाहि — कषायाविष्टोऽन्तर्मुहूर्तेन यत्कर्म बध्नाति तदनेकाभिः सागरोपमकोटाकोटिभिरपि दुःखेन वेदयतीत्यशुभो विपाकः, एतत् ज्ञात्वा किम् ? अपराद्धयेपि न कुप्यति अपराध्यत इति अपराद्ध्यः प्रतिकूलकारी तस्मिन्नपि कोपं न गच्छत्युपशमतः उपशमेन हेतुना सर्वकालमपि यावत्सम्यक्त्वपरिणाम इति ॥ ५५ ॥
પ્રશમાદિના જ બાહ્યયોગપણાને બતાવતા ગ્રંથકાર કહે છે— ગાથાર્થ- સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી કે કર્મોના અશુભ વિપાકને જાણીને ઉપશમભાવના કારણે અપરાધી ઉપર પણ સર્વકાળ પણ ક્રોધ કરતો નથી.
ટીકાર્થ– સ્વભાવથી સમ્યક્ત્વાણુઓનો અનુભવ કરનાર જીવના સ્વભાવથી. (આવા જીવનો એવો સ્વભાવ જ હોય કે જેથી અપરાધી ઉપ૨ પણ ગુસ્સો ન આવે.)
કર્મોના અશુભ વિપાકને જાણીને– કષાયનું કારણ એવા કર્મોના અશુભ વિપાકને=ફળને જાણીને અપરાધી ઉપર પણ ક્રોધ ન કરે. તે આ પ્રમાણે– કષાયના આવેશવાળો જીવ અંતર્મુહૂર્તમાં જે કર્મ બાંધે છે તેને અનેક કોટાકોટિ સાગરોપમ જેટલા કાળ સુધી દુઃખથી ભોગવે છે. આમ વિપાક અશુભ છે.
અપરાધી– પ્રતિકૂળ વર્તનકારી.
સર્વકાળ— જ્યાં સુધી સમ્યક્ત્વનો પરિણામ હોય ત્યાં સુધી. (૫૫)
તથા—
नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ य मन्नं । संवेगओ न मुक्खं, मुत्तूणं किंचि पत्थेइ ॥ ५६ ॥ [नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतः च मन्यमानः । संवेगतः न मोक्षं मुक्त्वा किंचित् प्रार्थयते ॥ ५६ ॥] नरविबुधेश्वरसौख्यं चक्रवर्तीन्द्रसौख्यमित्यर्थः अस्वाभाविकत्वात् कर्म