________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૯ जनितत्वात्सावसानत्वाच्च दुःखमेव भावतः परमार्थतो मन्यमानः संवेगतः संवेगेन हेतुना न मोक्षं स्वाभाविकजीवरूपमकर्मजमपर्यवसानं मुक्त्वा વિવિભ્રાર્થડમિ7ષતીતિ વદ્દ
ગાથાર્થ ચક્રવર્તીના અને ઇંદ્રના સુખને પરમાર્થથી દુઃખ જ માનતો સમ્યગ્દષ્ટિ જીવ સંવેગના કારણે મોક્ષ સિવાય બીજું કંઈ પણ ઇચ્છતો નથી.
ટીકાર્થ ચક્રવર્તીનું અને ઇંદ્રનું સુખ પણ સ્વાભાવિક ન હોવાથી, (એથી જ) કર્મભનિત હોવાથી અને (એથી જ) અંતવાળું હોવાથી દુઃખરૂપ જ છે. મોક્ષ સ્વાભાવિક જીવસ્વરૂપ, (એથી જ) કર્મથી નહિ થનારું અને (એથી જ) અંતથી રહિત છે. માટે સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષને છોડીને બીજું કંઈ પણ ઇચ્છતો નથી. (૫૬). नारयतिरियनरामरभवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोयमग्गो, ममत्तविसवेगरहिओ वि ॥ ५७ ॥ [नारकतिर्यड्नरामरभवेषु निर्वेदतो वसति दुःखम् ।
ઋતપત્નોમા મમત્વવિષયાદિતોડપિ ધ૭ II] नारकतिर्यड्नरामरभवेषु सर्वेष्वेव निर्वेदतो निर्वेदेन कारणेन वसति दुःखं । किंविशिष्टः सन् अकृतपरलोकमार्गः अकृतसदनुष्ठान इत्यर्थः । अयं हि जीवलोके परलोकानुष्ठानमन्तरेण सर्वमेवासारं मन्यते इति । ममत्वविषवेगरहितोऽपि तथा ह्ययं प्रकृत्या निर्ममत्व एव भवति विदितતત્ત્વત્વવિતિ | ૭ |
ગાથાર્થ– મમત્વરૂપ વિષના વેગથી રહિત હોવા છતાં જેણે સદનુષ્ઠાન (=ચારિત્ર) કર્યું નથી તેવો સમ્યગ્દષ્ટિ જીવ નરક-તિર્યંચ-મનુષ્યદેવભવોમાં નિર્વેદના કારણે દુઃખપૂર્વક રહે છે.
ટીકાર્ય– સમ્યગ્દષ્ટિ જીવ જીવલોકમાં પરલોકમાં હિતકર એવા અનુષ્ઠાન (=ચારિત્ર) વિના સઘળું ય અસાર માને છે. સમ્યગ્દષ્ટિ જીવ મમત્વરૂપ વિષના વેગથી રહિત હોય છે, અર્થાત્ મમતાથી રહિત જ હોય છે. કેમ કે તેણે તત્ત્વ (=પરમાર્થ) જાણ્યું છે. (૫૭) ૧. જીવો જેમાં રહેલા છે તેવા લોકમાંગવિશ્વમાં.