________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૬૫
બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મરુચિ એમ દશ પ્રકારનું સમ્યક્ત્વ છે.
નિસર્ગરુચિ— બીજાના ઉપદેશ વિના સ્વયમેવ જિનોક્ત નામસ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર પ્રકારના જીવાદિ પદાર્થોની ‘જિને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ છે એમાં કોઇ ફેરફાર નથી' એવી શ્રદ્ધા કરનાર જીવ નિસર્ગરુચિ છે. (અર્થાત્ તેને નિસર્ગરુચિ સમ્યક્ત્વ હોય છે. આગળના ભેદોમાં પણ આ ભાવ સમજવો.)
ઉપદેશરુચિ— આ (પૂર્વોક્ત) જ જીવાદિ પદાર્થોની અન્ય કોઇ છદ્મસ્થના કે કેવલજ્ઞાનીના ઉપદેશથી શ્રદ્ધા કરનાર જીવ ઉપદેશચિ છે.
આજ્ઞારુચિ— રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાન નબળા બની જવાથી આચાર્ય વગેરેની આજ્ઞાથી જીવાદિ પદાર્થોની રુચિ=શ્રદ્ધા કરનાર જીવ (માતુષ મુનિ વગેરેની જેમ) આજ્ઞારુચિ છે.
સૂત્રરુચિ સૂત્રને ભણતો જે જીવ આચારાંગાદિ અંગસૂત્રથી કે ઉત્તરાધ્યયનાદિ અંગબાહ્યસૂત્રથી જીવાદિ પદાર્થોનું અવગાહન કરે છે=ઊંડા ઉતરીને સૂક્ષ્મજ્ઞાન મેળવે છે, અને એથી સમ્યક્ત્વને પામે છે તે જીવ (ગોવિંદ વાચક વગેરેની જેમ) સૂત્રચિ છે.
બીજચિ— જે જીવની જીવાદિ કોઇ એક તત્ત્વમાં થયેલી રુચિ=શ્રદ્ધા જેમ પાણીમાં પડેલું તેલનું બિંદુ સઘળા પાણીમાં ફેલાઇ જાય છે તેમ, બધા પદાર્થોમાં ફેલાઇ જાય, (અથવા જેમ એક બીજ અનેક બીજોને ઉત્પન્ન કરે તેમ એક પદાર્થમાં થયેલી રુચિ સઘળા પદાર્થોમાં રુચિ ઉત્પન્ન કરે) તે જીવ બીજચિ જાણવો.
અભિગમરુચિ– આચારાંગ વગેરે અગિયાર અંગો, ઔપપાતિક વગે૨ે ઉપાંગો, ઉત્તરાધ્યયન વગેરે પ્રકીર્ણકો અને દૃષ્ટિવાદ (=ચૌદપૂર્વાદ) રૂપ શ્રુતજ્ઞાનને અર્થથી જાણનાર અભિગમરુચિ છે.
વિસ્તારરુચિ– પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણોથી અને નૈગમાદિ નયભેદોથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના એકત્વ, પૃથક્ત્વ વગેરે સર્વ પદાર્થોને જાણનાર વિસ્તારરુચિ છે.
ક્રિયારુચિ– દર્શન-જ્ઞાન-ચારિત્ર, તપ, વિનય અને સદ્ભૂત સમિતિગુપ્તિમાં જે ક્રિયાના ભાવપૂર્વક રુચિવાળો છે, અર્થાત્ દર્શનાચાર આદિ અનુષ્ઠાનોમાં ભાવથી રુચિવાળો છે, તે નિશ્ચિત ક્રિયારુચિ છે.