________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૩
ટીકાર્થ કોઇક અભવ્ય કે ભવ્ય મિથ્યાદષ્ટિ જીવ અંગારમર્દક આચાર્ય વગેરેની જેમ ધર્મકથાથી, દંભવાળા હોવા છતાં (બાહ્યથી સારા) આચરણથી કે કોઇક અતિશયથી (=પોતાનામાં પ્રગટેલી કોઇ વિશેષતાથી) શ્રોતામાં સમ્યક્ત્વને દીપાવે=પ્રકાશિત કરે તેનું આ સમ્યક્ત્વ દીપક છે. દીપક સમ્યક્ત્વનું બીજું નામ વ્યંજક છે.
પૂર્વપક્ષ— મિથ્યાદૃષ્ટિને સમ્યક્ત્વ હોય એ વિરોધ છે.
ઉત્તરપક્ષ– તમારી વાત સાચી છે. પણ અહીં કારણ-કાર્યભાવથી સમ્યક્ત્વ જાણવું. મિથ્યાદષ્ટિનો જે પરિણામ છે તે પરિણામ સમ્યક્ત્વને સ્વીકારનારના સમ્યક્ત્વના કારણભાવને પામે છે. કારણ કે તે સમ્યક્ત્વ મિથ્યાદષ્ટિના તેવા પરિણામથી થાય છે. આથી કારણમાં (=મિથ્યાદષ્ટિના તેવા પરિણામમાં) કાર્યનો (=સમ્યક્ત્વનો) ઉપચાર કરવાથી “ઘી આયુષ્ય છે” એની જેમ વિરોધ નથી. (૫૦)
समस्तस्यैव भावार्थमुपदर्शयति-—
तव्विहखओवसमओ, तेसिमणूणं अभावओ चेव । एवं विचित्तरूवं, सनिबंधणमो मुणेयव्वं ॥ ५१ ॥ [तद्विधक्षयोपशमतस्तेषामणूनां अभावतश्चैव ।
एवं विचित्ररूपं सनिबन्धनमेव मुणितव्यं ॥ ५१ ॥] तद्विधक्षयोपशमतस्तेषामणूनां मिथ्यात्वाणूनामित्यर्थः, अभावतश्चैव तेषामेविति वर्तते एवं विचित्ररूपं क्षायोपशमिकादिभेदेनेति भावः, सनिबन्धनमेव सकारणं मुणितव्यम् । तथाहि— त एव मिथ्यात्वपरमाणवस्तथाविधात्मपरिणामेन क्वचित्तथा शुद्धि मापद्यन्ते यथा क्षायोपशमिकं सम्यक्त्वं भवति, तत्रापि क्वचित्सातिचारं कालापेक्षया क्वचिन्निरतिचारं, अपरे तथा यथौपशमिकं, क्षयादेव क्षायिकमिति ॥ ५१ ॥
સર્વ પ્રકારના જ સમ્યક્ત્વના ભાવાર્થને બતાવે છે—
ગાથાર્થ— મિથ્યાત્વાણુઓના તેવા પ્રકારના ક્ષયોપશમથી અને મિથ્યાત્વાણુઓના અભાવથી જ સકારણ આવું વિચિત્રરૂપ સમ્યક્ત્વ જાણવું. ટીકાર્થ– વિચિત્રરૂપ=ક્ષાયોપશમિક વગેરે ભેદથી વિવિધ પ્રકારનું. સકારણ=કારણ સહિત. અર્થાત્ સમ્યક્ત્વના ક્ષાયોપશમિક વગેરે જે ભેદો છે તે ભેદો સકારણ છે, નિષ્કારણ નથી. તે આ પ્રમાણે—