________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૨ रुचिमात्रकरं मुणितव्यं विहितानुष्ठाने तथाविधशुद्ध्यभावात्, रोचयतीति સેવવં ૪૨ |
ક્ષાયિક સમ્યકત્વ પછી કારક આદિ સમ્યકત્વને કહે છે
ગાથાર્થ– જે સમ્યકત્વની વિદ્યમાનતામાં જે જે પ્રમાણે કહ્યું હોય તેને તે પ્રમાણે કરે તે કારક સમ્યગ્દર્શન છે. જે માત્ર રૂચિને કરે તે સમ્યક્ત્વ રોચક જાણવું.
ટીકાર્થ– જે સમ્યકત્વની વિદ્યમાનતામાં સૂત્રમાં જે અનુષ્ઠાન જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તે અનુષ્ઠાન તે પ્રમાણે કરે તે સમ્યકત્વ કારક છે. જે કરાવે તે કારક. કારક સમ્યક્ત્વ પરમ વિશુદ્ધિરૂપ છે. (આથી કારક સમ્યક્ત્વ સૂત્રમાં કહ્યા મુજબ અનુષ્ઠાન કરાવે છે.)
જે સમ્યકત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે (પણ અનુષ્ઠાન કરાવે નહિ) તે સમ્યત્વ રોચક છે. જે રુચિ ઉત્પન્ન કરે તે રોચક. આ સમ્યકત્વમાં તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી આ સમ્યકત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે છે. (૪૯).
सयमिह मिच्छद्दिट्टी, धम्मकहाईहि दीवइ परस्स । सम्मत्तमिणं दीवग, कारणफलभावओ नेयं ॥ ५० ॥ [स्वयमिह मिथ्यादृष्टिः धर्मकथादिभिर्दीपयति परस्य । सम्यक्त्वमिदं दीपकं कारणफलभावतो ज्ञेयं ॥ ५० ॥]
स्वयमिह मिथ्यादृष्टिरभव्यो भव्यो वा कश्चिदङ्गारमर्दकवत् । अथ च धर्मकथादिभिर्धर्मकथया मातृस्थानानुष्ठानेनातिशयेन वा केनचिद्दीपयतीति प्रकाशयति परस्य श्रोतुः सम्यक्त्वमिदं व्यञ्जकम् । आह- मिथ्यादृष्टेः सम्यक्त्वमिति विरोधः सत्यं किन्तु कारणफलभावतो ज्ञेयं, तस्य हि मिथ्यादृष्टेरपि यः परिणामः स खलु प्रतिपत्तृसम्यक्त्वस्य कारणभावं प्रतिपद्यते तद्भावभावित्वात्तस्य, अतः कारणे एव कार्योपचारात्सम्यक्त्वाविरोधः યથાયુષ્કૃતમિતિ ૧૦ |
ગાથાર્થ– અહીં જે જીવ સ્વયં મિથ્યાષ્ટિ હોવા છતાં ધર્મકથા આદિથી બીજાને દીપાવે શ્રોતામાં સમ્યકત્વને ઉત્પન્ન કરે તેનું આ સમ્યકત્વ કારણ-કાર્યભાવથી દીપક જાણવું.