________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૦ અંતરકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ અંતરકરણની ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં-અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપથમિક સમ્યકત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઊખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે, તેમ મિથ્યાત્વ કર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે.
અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વ મોહનીયનાં કર્મદલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિકોના ત્રણ પુંજો બને છે. (૧) શુદ્ધ પુંજ, (૨) અર્ધશુદ્ધપુંજ, (૩) અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુજના ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યકત્વ મોહનીય કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્ર મોહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વ મોહનીય કર્મ નામ છે. જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે, કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે; તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ.
અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ લાયોપથમિક સમ્યકત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થાય તો જીવ મિશ્ર સમ્યકત્વ પામે છે. અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ મિથ્યાત્વ પામે છે. (૪૭).
औपशमिकानन्तरं क्षायिकमाहखीणे दंसणमोहे, तिविहंमि वि भवनियाणभूयंमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥ ४८ ॥ [क्षीणे दर्शनमोहनीये त्रिविधेऽपि भवनिदानभूते । નિ:પ્રત્યાયમતુi સંખ્યત્વે ક્ષાયિ મવતિ ૪૮ ]