________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૫૮ ગાથાર્થ જેવી રીતે દાવાનલ ઊષરદેશને કે દગ્ધસ્થાનને પામીને બુઝાઈ જાય છે, તેવી રીતે જીવ મિથ્યાત્વના ઉદયના અભાવમાં ઉપશમ સમ્યકત્વને પામે છે.
ટીકાર્થ– ઊષરદેશ– જયાં ઘાસ વગેરે બાળવા યોગ્ય કોઈ વસ્તુ ન હોય તેવો દેશ. દગ્ધસ્થાન- પૂર્વે જ અગ્નિથી બળી ગયું હોય તેવું સ્થાન. દાવાનલ ઊષરદેશને અને દગ્ધસ્થાનને પામીને બુઝાઈ જાય છે. કારણ કે ત્યાં બાળવા યોગ્ય કોઈ વસ્તુ નથી.
આ દૃષ્ટાંતના અર્થનો ઉપનય આ પ્રમાણે છે- તે રીતે તેવા પ્રકારના પરિણામથી મિથ્યાત્વના ઉદયનો અભાવ થતાં જીવ ઔપથમિક સમ્યકત્વને પામે છે.
અહીં દાવાનલ સમાન મિથ્યાત્વ છે. ઊષરાદિ દેશના સ્થાને તેવા પ્રકારનો પરિણામકંડક છે. પ્રશ્ન- ક્ષાયોપથમિક સમ્યકત્વથી આમાં શો ભેદ છે ?
ઉત્તર– ક્ષાયોપથમિકમાં મિથ્યાત્વ ઉપશાંત થયું હોવા છતાં મિથ્યાત્વના પ્રદેશોનો અનુભવ છે. ઔપશમિકમાં પ્રદેશોનો અનુભવ નથી.
અહીં બીજાઓ આ પ્રમાણે કહે છે– ઉપશમ શ્રેણિમાં રહેલા ઔપથમિક સમ્યકત્વમાં પ્રદેશાનુભવનો અભાવ છે, નહિ કે બીજામાં. તો પણ બીજા ઉપશમ સમ્યકત્વમાં સમ્યકત્વના અણુઓના અનુભવનો અભાવ જ ક્ષાયોપથમિક સમ્યકત્વથી ભેદ છે, અર્થાત્ બંને મતે ઔપથમિક સમ્યક્ત્વમાં સમ્યક્ત્વના અણુઓના અનુભવનો અભાવ છે, જ્યારે ક્ષાયોપથમિકમાં તેનો અનુભવ છે.
ઔપથમિક સખ્યત્વની પ્રાપ્તિનો ક્રમ સંસાર સમુદ્રમાં અનંત પુદ્ગલ પરાવર્તી સુધી અનંત દુઃખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક થવાથી નદીધોલપાષાણન્યાયે, એટલે કે ઘડવાના કોઈપણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર આમ તેમ અથડાવાથી નદીનો પથ્થર એની મેળે જ ગોળ બની જાય છે તેમ, અનાભોગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂ૫ યથાપ્રવૃત્તિકરણ વડે, આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર