________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૫૯
અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ) થાય છે. આ પ્રમાણે જ્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથિ (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) પાસે=ગ્રંથિદેશે આવ્યો કહેવાય છે. અહીંથી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા જ વીર્યોલ્લાસની જરૂર પડે છે.
ઘણા જીવો અહીં સુધી (=રાગદ્વેષની નિબિડ ગ્રંથિ સુધી) આવીને પાછા ફરે છે, અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય જીવો આ રાગ-દ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી અવશ્ય પાછા ફરે છે. પણ જે આસન્નભવ્ય જીવો છે=જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે, તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વીર્યોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. ત્યારબાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાયરૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતકરણ કરે છે.
અંત૨ક૨ણ એટલે મિથ્યાત્વના કર્મ દલિક વિનાની સ્થિતિ. અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉ૫૨ની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ત્યાંથી લઇ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઊખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે.
યંત્ર
[] -
ક્રમશઃ દલિક રચના
વચ્ચે કર્મોના અભાવરૂપ ઉપશમ.