________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૪૪ સૂત્રનો વિરોધ આવે છે. કારણ કે સૂત્રમાં (હવેની ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે.
ટીકાર્થ– નિર્ગુણ=સમ્યગ્દર્શનાદિ ગુણોથી રહિત. (૩૪) किमुक्तमित्याहपल्ले महइमहल्ले, कुंभं पक्खिवइ सोहए नालिं । अस्संजए अविरए, बहु बंधइ निज्जरे थोवं ॥ ३५ ॥ [पल्येऽतिशयमहति कुम्भं प्रक्षिपति शोधयति नालिम् । असंयतोऽविरतो बहु बध्नाति निर्जरयति स्तोकं ॥ ३५ ॥] पल्लवत्पल्यस्तस्मिन् पल्ये महति महल्ले अतिशयमहति कुम्भं लाटदेशप्रसिद्धमानरूपं धान्यस्येति गम्यते प्रक्षिपति स्थापयति शोधयति नालिं गृह्णाति सेतिकाम् । एष दृष्टान्तो ऽयमर्थोपनयः- यो ऽसंयतः सकलसम्यक्त्वादिगुणस्थानेष्वसंयतत्वान्मिथ्यादृष्टिः परिगृह्यते अविरतः काकमांसादेरप्यनिवृत्तो बहु बध्नाति निर्जरयति स्तोकं स्तोकतरं क्षपयति निर्गुणत्वात् । गुणनिबन्धना हि विशिष्टनिर्जरति ॥ ३५ ॥
સૂત્રમાં શું કહ્યું છે તે કહે છે
ગાથાર્થ– અતિશય મોટા પલ્યમાં એક કુંભ જેટલું ધાન્ય નાખે અને સેતિકા જેટલું કાઢે (તો ધાન્ય ઓછું ન થાય. તે રીતે) અસંયત અને અવિરત કર્મો બાંધે છે ઘણાં અને કર્મો ખપાવે છે થોડાં.
ટીકાર્થ– અસંયત=સર્વ સમ્યક્ત્વાદિ ગુણસ્થાનોમાં અસંયત હોવાથી (બંધાયેલો ન હોવાથી) મિથ્યાદષ્ટિ.
અવિરત કાગડાના માંસથી પણ નિવૃત્ત ન થયેલો.
અસંયત અને અવિરત ઘણાં કર્મો બાંધે છે અને થોડા કર્મો ખપાવે છે. કારણ કે તે સમ્યગ્દર્શનાદિ ગુણોથી રહિત છે. વિશિષ્ટ નિર્જરા ગુણના કારણે થાય છે. (૩૫)
पल्ले महइमहल्ले, कुंभं सोहेइ पक्खिवे नालिं ।
जे संजए पमत्ते, बहु निज्जरे बंधए थोवं ॥ ३६ ॥ ૧. પલ્ય ધાન્ય રાખવાનું મોટું પાત્ર છે. કુંભ (લગભગ ઘડા જેટલું) પ્રાચીન સમયનું
માપ છે. સેતિકા (લગભગ ખોબા જેટલું) પ્રાચીન સમયનું માપ છે.