________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૪૫
[ पल्येऽतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति नालिम् । यः संयतः प्रमत्तो बहु निर्जरयति बध्नानि स्तोकम् ॥ ३६ ॥]
पल्ये अतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति नालिं । एष दृष्टान्तो ऽयमर्थोपनयः- यः संयतः सम्यग्दृष्टिरीषत्प्रमादवान् प्रमत्तसंयत एव नान्ये बहु निर्जरयति बध्नाति स्तोकं सगुणत्वादिति ॥ ३६ ॥
ગાથાર્થ— અતિશય મોટા પલ્યમાંથી કુંભ જેટલું ધાન્ય કાઢે છે અને એક સેતિકા જેટલું ધાન્ય નાખે (તો ધાન્ય ઓછું થાય. તે રીતે) પ્રમત્ત સાધુ નિર્જરા ઘણી કરે છે અને બંધ થોડો કરે છે.
ટીકાર્થ– ઘણી નિર્જરા અને થોડો બંધ પ્રમત્ત સંયત જ કરે છે, અન્ય જીવ નહિ. કારણ કે સમ્યગ્દર્શનાદિ ગુણોથી યુક્ત છે. (૩૬) पल्ले महइमहल्ले, कुंभं सोहेइ पक्खिवड़ न किंचि ।
जे संजए अपमत्ते, बहु निज्जरे बंधइ न किंचि ॥ ३७ ॥ [पल्येऽतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति न किंचित् । यः संयतोऽप्रमत्तो बहु निर्जरयति बध्नाति न किंचित् ॥ ३७ ॥] पल्ये ऽतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति न किंचित् । एष दृष्टान्तो ऽयमर्थोपनयः– यः संयतो ऽप्रमत्तः प्रमादरहितः साधुरित्यर्थः बहु निर्जरयति बध्नाति न किंचिद्विशिष्टतरगुणत्वात् बन्धकारणाभावादिति ॥ ३७ ॥
ગાથાર્થ– અતિશય મોટા પલ્પમાંથી કુંભ જેટલું ધાન્ય કાઢે છે અને જરા પણ નાખતો નથી (તે રીતે) અપ્રમત્ત સંયત નિર્જરા ઘણી કરે છે અને કર્મબંધ જરા પણ કરતો નથી.
ટીકાર્થ– અપ્રમત્ત સંયત એટલે પ્રમાદ રહિત સાધુ. પ્રમાદ રહિત સાધુ અધિક વિશિષ્ટ ગુણોથી યુક્ત હોવાના કારણે બંધનું કારણ ન હોવાથી જરા પણ બંધ કરતો નથી અને નિર્જરા ઘણી કરે છે. (૩૭)
गुरुराह—
एयमिह ओहविसयं भणियं सव्वे न एवमेवंति । अस्संजओ उ एवं, पडुच्च ओसन्नभावं तु ॥ ३८ ॥ [ एतदिह ओघविषयं भणितं सर्वे न एवमेवेति । असंयतस्त्वेवं प्रतीत्य ओसन्नभावं तु ॥ ३८ ॥]
?